અમદાવાદમાં તહેવાર ટાણે ખાસ બંદોબસ્તના પોલીસના દાવાઓ વચ્ચે તસ્કરો બેખોફ
Trending Photos
અમદાવાદ : શહેરમાં તહેવાર ટાણે જ તસ્કરો બેફામ બન્યા છે. શહેરમાં ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યા છે. પોલીસ દ્વારા ખાસ બંદોબસ્ત હોવા છતા પણ તહેવારો ટાણે ચોર બેફામ બન્યા હતા. બેસતા વર્ષનાં દિવસે જ ચેન સ્નેચિંગનાં 2 બનાવ નોંધાયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ આદરી છે. જો કે મોટા ભાગના ગુનાઓની જેમ જ તેનો કોઇ ઉકેલ આવ્યો નથી.
અમદાનાદના નરોડા વિસ્તારમાં 24 કલાકમાં ચેન સ્નેચિંગનાં બે બનાવો બન્યા છે. તહેવારમાં લોકો ફરવા માટે બહાર જતા હોય છે. ત્યારે નરોડા વિસ્તારમાં ભાઇના ઘરેથી પરત ફરી રહેલા એખ બહેનના ગળામાંથી ચેન સ્નેચરો સોનાની ચેન ખેંચીને ફરાર થઇ ગયા હતા. ચેન સ્નેચરોએ મોઢા પર રૂમલ બાંદ્યો હોવાથી તેમની ઓળખ થઇ શકી નહોતી. બીજા બનાવમાં નરોડા માછલી સર્કલ પાસેથી પસાર થઇ રહેલા એક યુવાનનાં ગળામાંથી 50 હજારની કિંમતનો સોનાનો ચેઇને ખેંચીને બાઇક સવારો ફરાર થઇ ગયા હતા. તહેવારનાં દિવસોમાં ખાસ બંદોબસ્ત હોવા છતા તસ્કરો બેફામ બન્યા છે.
નાગરિકોએ તહેવારમાં પોતાની કિંમતી સામાન ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે બંન્ને ઘટનાઓમાં આરોપીઓને શોધવાનું શરૂ કરી દીધું છે. પણ હજી સુધી આરોપીઓ અંગે કોઇ કડી મળી શકી નથી. પોલીસ હાલ તો અંધારામાં ફાંફા મારી રહી છે. આ કેસ પણ મોટા ભાગના કેસોની જેમ ડિટેક્શન વગર ક્લોઝ થાય તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે