અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો

Rain Alert : ગુજરાતમાં ભરશિયાળે આવ્યો કમોસમી વરસાદ... અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠામાં વરસાદ તૂટી પડ્યો... વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા સાથે માવઠાની આગાહી.. આગામી ત્રણ દિવસમાં ગાજવીજ અને ભારે પવન સાથે પડશે વરસાદ 
 

અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો

Gujarat Weather Forecast : ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી એવું જ થયું. ભર શિયાળે ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલ મોડી સાંજે વરસાદ તૂટી પડ્યો છે. અમદાવાદ, ગાંધીનગર શહેરો વરસાદથી ભીંજાયા છે. તો બનાસકાંઠામાં પણ તોફાની પવન સાથે વરસાદનું આગમન થયું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. કાંકરિયા કાર્નિવલમાં વરસાદ આવતા મુલાકાતીઓ મુંઝાયા છે.

બનાસકાંઠામાં ધોધમાર વરસાદ 
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠાના ડીસામાં કમોસમી વરસાદી છાંટા અનુભવાયા છે. ઘનઘોર વાદળ છાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી છાંટા આવતા લોકો વિચારમાં મૂકાયા. તો બીજી તરફ, કમોસમી વરસાદી છાંટા આવતા ખેડૂતોની ચિંતા વધી છે. આ કમોમસી વરસાદથી એરંડા, રાયડો, બટાકા, જીરુ, ઇસબગુલ, ઘઉં સાહિતના પાકોને નુકસાન થવાની આશંકા છે. 

દાંતીવાડાના પાંથાવાડામાં પણ વરસાદી છાંટા અનુભવાયા. કમોસમી વરસાદથી ધરતીપુત્રોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ઘઉં, બટાકા, જીરુ, ઇસબગુલ સહિતના પાકને નુકસાનની ભીતિ છે. સતત ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ જિલ્લામાં કમોસમી વરસાદ ત્રાટક્યો છે.

અમદાવાદ-ગાંધીનગરમા વરસાદ 
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદનું અચાનક મોડી સાંજે આગમન થયું છે. મણિનગર, કાંકરિયા, અમરાઈવાડીમાં વરસાદી છાંટા પડ્યા. તો સીટીએમ, ઈસનપુર, જશોદાનગરમાં વરસાદી છાંટા અનુભવાયા. પૂર્વ વિસ્તારમાં માવઠું થતા જનજીવન ખોરવાયું છે. માવઠાના કારણે કાંકરિયા કાર્નિવલ માણવા પહોંચેલા લોકો ઘર તરફ પાછા ફર્યા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે પણ કમોસમી વરસાદ આવી શકે છે. તો બીજી તરફ, પાટનગર ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં વરસાદની આગાહી કેવી છે 
ગુજરાતમાં ભરશિયાળે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ માવઠાની આગાહી કરી છે. આ માવઠાની આગાહીને જોતા લાગી રહ્યું છે વર્ષ 2024ની વિદાય માવઠા સાથે થશે. હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાતના વિવિધ જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પણ પડી શકે છે. તો ગુજરાતમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ કાલે 27 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતના તાલુકામાં માવઠાની તીવ્રતા વધુ જોવા મળશે. જેમાં વાવ, થરાદ, ધાનેરા, અમીરગઢ, ઈકબાલગઢ, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકાનો સમાવેશ થાય છે. તો છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં હળવાથી ભારે ઝાપટા પડી શકે છે. તો 27 અને 28 ડિસેમ્બરે અમદાવાદ- ગાંધીનગર અને દક્ષિણ ગુજરાતમાં ઝાપટાની શક્યતા છે. જે જિલ્લામાં માવઠાની આગાહી છે ત્યાં નુકસાની પણ થઈ શકે છે.

માવઠા પૂર્ણ થતાની સાથે જ ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની પણ આગાહી કરાઈ છે,,જી હાં માવઠું પૂર્ણ થયા પછી 24થી 48 કલાકમાં ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે...ઠંડીની ફરીથી શરૂઆત થશે અને ગુજરાતના લોકો ફરીથી એક વખત ઠંડીમાં ઠુંઠવાશે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news