રાજકોટમાં આજે ભાઇબીજે સિટી અને BRTS બસમાં મહિલાઓ માટે ફ્રી મુસાફરી

  ભાઇબીજ, રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટીબસ સેવા તથા BRTS  બસ સેવામાં તમામ મહિલાઓને ફ્રી મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી છે. આજે 17 નવેમ્બર અને ભાઇબીજના દિવસે મહિલાઓ સિટી અને બીઆરટીએસ બસમાં ફ્રી મુસાફરી કરવા દેવામાં આવશે. આ અંગેની જાહેરાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો. આજે રાજકોટની મહિલાઓ ફ્રીમાં મુસાફરીનો લાભ લઇ શકે છે. 
રાજકોટમાં આજે ભાઇબીજે સિટી અને BRTS બસમાં મહિલાઓ માટે ફ્રી મુસાફરી

રાજકોટ:  ભાઇબીજ, રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટીબસ સેવા તથા BRTS  બસ સેવામાં તમામ મહિલાઓને ફ્રી મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી છે. આજે 17 નવેમ્બર અને ભાઇબીજના દિવસે મહિલાઓ સિટી અને બીઆરટીએસ બસમાં ફ્રી મુસાફરી કરવા દેવામાં આવશે. આ અંગેની જાહેરાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો. આજે રાજકોટની મહિલાઓ ફ્રીમાં મુસાફરીનો લાભ લઇ શકે છે. 

રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ તથા મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે એક યાદીમાં જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન તથા ભાઇબીજના તહેવાર નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા હસ્તક સિટી બસ સેવા તથા બીઆરટીએસ બસ સેવામાં મહિલાઓને ફ્રીમાં મુસાફરીની સવલત આપવામાં આવે છે. 

આ જ પ્રકારે ભાઇબીજ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવા તથા બીઆરટીએસ બસ સેવામાં તમામ મહિલાઓને ફ્રી મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો આ ફ્રી બસ સેવાનો લાભ લેવા બહેનોએ અનુરોધ કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news