એક ચાર્ટના કારણે બચી ગયા? ડોનાલ્ડ ટ્રમ્પે ડોક્ટરને જણાવ્યું કેવી રીતે બચ્યો તેમનો જીવ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પૂર્વ વ્હાઈટ હાઉસ ડોક્ટરને જણાવ્યું કે તેમના પર થયેલા જીવલેણ હુમલામાં તેઓ એક ઈમિગ્રેશન ચાર્ટના કારણે બચી શક્યા.
Trending Photos
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પૂર્વ વ્હાઈટ હાઉસ ડોક્ટરને જણાવ્યું કે તેમના પર થયેલા જીવલેણ હુમલામાં તેઓ એક ઈમિગ્રેશન ચાર્ટના કારણે બચી શક્યા. રેલીમાં ભાષણ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ચાર્ટ પર બોર્ડર પેટ્રોલિંગના આંકડા જોવા માટે પોતાનું માથું ફેરવ્યું જે કદાચ તેમના માટે જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર સાબિત થયું.
ટેક્સાસના પ્રતિનિધિ રોની જેકસને કહ્યું કે તેમણે રિપલ્બિકન નેતા સાથે ફોન પર વાત કરી હતી જેમણે તેમને ચાર્ટ વિશે જણાવ્યું હતું. વ્હાઈટ હાઉસના ફિઝિશિયન જેક્સને ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું કે તેમણે (ટ્રમ્પે) કહ્યું કે, બોર્ડર પેટ્રોલે મારો જીવ બચાવ્યો. હું તે બોર્ડર પેટ્રોલ ચાર્ટને જોઈ રહ્યો હતો. જો મે તે ચાર્ટ તરફ ઈશારો ન કર્યો હોત અને મારું માથું ફેરવીને તે ન જોતો હોત તો ગોળી સીધી મારા માથામાં વાગી જાત. અત્રે જણાવવાનું કે જેક્સન જેઓ પોતાના પૂર્વ દર્દીને મળવા માટે ન્યૂજર્સીથી ટેક્સાસ આવ્યા હતા, તેમણે કહ્યું કે ટ્રમ્પ 13 જુલાઈની ઘટનાથી જરાય વિચલિત થયા નથી.
ટ્રમ્પે ફોક્સ ન્યૂઝના બ્રેટ બેયર સાથે ફોન ઉપર પણ વાત કરી હતી. બેયરે દોહરાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિએ પહેલા ચાર્ટ તરફ જોયું અને પછી તેમના કાનમાં ગોળી વાગી ગઈ. બેયરના જણાવ્યાં મુજબ ટ્રમ્પે એક તસવીરનો હવાલો આપ્યો જેમાં ગોળી તેમની પાસેથી પસાર થતી જોવા મળી રહી હતી. તેમણે કહ્યું કે જે ડોક્ટર સાથે તેમણે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે, જો ગોળી એક ચતુર્થાંશ ઈંચ અલગ જગ્યાએ હોત તો તેઓ આજે તે ડોક્ટર સાથે વાત કરતા ન હોત.
'આ ફક્ત ભગવાનના કારણે થયું
ઘટના બાદ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ હેન્ડલ પર લખ્યું કે ફક્ત ભગવાનના કારણે અકલ્પનીય ઘટના ઘટતા અટકી ગઈ. તેમણે કહ્યું કે ફક્ત ભગવાનના કારણે આ અકલ્પનીય ઘટના ઘટતા અટકી. અમે ડરીશું નહીં. પરંતુ અમારા વિશ્વાસમાં દ્રઢ રહીશું અને દુષ્ટતાનો ડટીને સામનો કરીશું. અમારો પ્રેમ અન્ય પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે ઘાયલોની જલદી સાજા થવાની કામના કરીએ છીએ અને તે નાગરિકની યાદને અમારા દિલમાં સંજોઈ રાખીશું જેની હત્યા થઈ.
અત્રે જણાવવાનું કે 78 વર્ષના ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારે પેનસિલ્વેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન 20 વર્ષના એક યુવકે તેમના પર ફાયરિંગ કર્યું. એક ગોળી તેમના કાનને પાર કરી ગઈ. ફાયરિંગમાં રેલીમાં હજાર એક વ્યક્તિનો જીવ ગયો. જ્યારે હુમલાખોરને સુરક્ષાકર્મીઓએ ઠાર કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે