VI એ લોન્ચ કર્યો સુપર હીરો પ્લાન, બપોરે 12 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા વાપરો ફ્રીમાં, ફટાફટ જાણો વિગતો
Vodafone Idea Prepaid Plan: વોડાફોન આઈડિયાએ પોતાના યૂઝર્સને જોરદાર ગિફ્ટ આપી છે. કંપનીએ નવો સુપર હીરો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં સવારના સમયે અનલિમિટેડ ઈંટરનેટ ડેટા ફ્રી વાપરવા મળશે. તો ચાલો તમને આ પ્લાનની વિગતો જણાવીએ.
Trending Photos
Vodafone Idea Prepaid Plan: દેશની જાણીતી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ પોતાના યુઝર્સ માટે એક જોરદાર પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ એક નવો સુપર હીરો પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં સવારના સમયે અનલિમિટેડ ડેટા એટલે કે ઇન્ટરનેટ વાપરવા મળે છે. આ પ્લાન અંતર્ગત યુઝરને અડધા દિવસ માટે અનલિમિટેડ ડેટા વાપરવા મળશે. આ કલાકો દરમિયાન યુઝર અનલિમિટેડ ઇન્ટરનેટ વાપરી શકે છે. કંપનીનું કહેવું છે કે આ પ્લાન ડેટા માટેની ગ્રાહકોની જરૂરિયાતને પૂરી કરશે.
રાત્રે 12 થી બપોરે 12 અનલિમિટેડ ડેટા
Vodafone idea ના સુપર હીરો પ્લાનમાં યુઝર્સને રાત્રે 12 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટા વાપરવા મળશે. આ પ્લાન આજના સમયના ડિજિટલ યુગમાં લોકોની વધતી ડેટાની જરૂરિયાતોને પૂરી કરશે. જે લોકોને વધારે ડેટાની જરૂર પડતી હોય છે તેમના માટે આ પ્લાન સારો અને ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સુપર હીરો પ્લાનની ખાસ વાતો
- આ પ્લાનમાં કેટલીક ખાસ બાબતો પણ છે. જેમકે અઠવાડિયામાં બે દિવસ જો ડેટા વધ્યો હોય તો વિકેન્ડમાં તેનો ઉપયોગ એક સાથે કરી શકાય છે. એટલે કે સોમવારથી શુક્રવાર સુધીનો અનલિમિટેડ ડેટા જો યુઝ કરવાનો બાકી રહી જાય તો શનિ-રવિમાં તેનો ઉપયોગ કરી શકાશે.
- દર મહિને યુઝરને બે વખત 2GB સુધીનો વધારાનો ડેટા યુઝ કરવા મળી શકે છે.
Vodafone idea નો આ પ્લાન ગુજરાત સહિત મહારાષ્ટ્ર, દિલ્હીમાં ઉપલબ્ધ છે. આ પ્લાનની શરૂઆતી કિંમત 365 રૂપિયા છે. આ પ્લાન એ રિચાર્જ પ્લાન સાથે આવે છે જેમાં રોજ 2 GB કે તેનાથી વધારે ડેટા યુઝરને મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે