Kidney Stone: આ ભુલના કારણે વારંવાર કિડનીમાં થાય છે પથરી, જાણો કારણ અને બચાવની રીત

Kidney Stone: કેટલાક લોકો એવા હોય છે જેમને કિડનીમાં પથરી વારંવાર થાય છે. પથરી એવી તકલીફ છે જેનો ઈલાજ કરાવ્યા પછી પણ પાછી થઈ શકે છે. આવું શા માટે થાય છે ચાલો તમને જણાવીએ.

Kidney Stone: આ ભુલના કારણે વારંવાર કિડનીમાં થાય છે પથરી, જાણો કારણ અને બચાવની રીત

Kidney Stone: કિડની સ્ટોન એટલે કે પથરી એક દર્દનાક સમસ્યા છે. આ તકલીફ ત્યારે થાય છે જ્યારે કિડનીમાં કેલ્શિયમ, ઓક્સાલાઈટ, યુરિક એસિડ અને અન્ય તત્વો ક્રિસ્ટલ બનીને જામી જાય. કિડની સ્ટોન એક એવી હેલ્થ કન્ડિશન છે જે વારંવાર ઈલાજ કર્યા પછી પણ થઈ શકે છે. એટલે કે એક વખત પથરી થઈ હોય તેનો ઈલાજ કરાવ્યા પછી વારંવાર પણ પથરી થઈ શકે છે. 

જો તમને પણ દર થોડા મહિને પથરીની સમસ્યા થાય છે તો આજે તમને એક મહત્વની જાણકારી આપીએ જે તમારા માટે મદદગાર સાબિત થશે. આજે તમને જણાવીએ વારંવાર પથરી થવાના કારણ અને તેનાથી બચવાના કેટલાક સરળ ઉપાયો. 

શા માટે વારંવાર થાય છે પથરી ? 

1. પથરી વારંવાર થવાનું સૌથી મોટું કારણ છે ઓછું પાણી પીવું. પાણી ઓછું પીવાથી કિડનીમાં ખનીજ તત્વ એકત્ર થવા લાગે છે જે ધીરે ધીરે પથરીમાં બદલી જાય છે. જે લોકો ઓછુ પાણી પીવે છે તમને પથરી થવાનું જોખમ પણ વધી જાય છે અને ઓછું પાણી પીતા લોકોને વારંવાર પથરી થઈ શકે છે. 

2. પથરી વારંવાર થવાનું બીજું કારણ ખોટી આહાર શૈલી પણ છે. વધારે મીઠા વાળું, વધારે ખાંડવાળું કે વધારે પડતું પ્રોટીન વાળું ભોજન કિડની સ્ટોન થવાનું જોખમ વધારે છે. આ સિવાય ઓક્સાલાઈટથી ભરપૂર ખાદ્ય પદાર્થ જેમકે પાલક, ચોકલેટ, નોનવેજ કિડની સ્ટોનને પ્રોત્સાહન આપે છે.

3. જો પરિવારમાં કોઈને પથરીની સમસ્યા રહી હોય તો શક્ય છે કે પરિવારના અન્ય સભ્યોને પણ પથરી થઈ શકે. 

4. કેટલીક મેડિકલ કન્ડિશન એવી હોય છે જેમાં પણ પથરી થવાનું જોખમ હોય છે. જેમકે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને પેટની સમસ્યામાં પણ વારંવાર કિડની થઈ શકે છે. 

પથરીથી બચવાના ઉપાય 

- પથરીથી બચવું હોય તો દિવસ દરમિયાન ઓછામાં ઓછું બેથી ત્રણ લિટર પાણી પીવું. 

- આહારમાં સંતુલન જાળવી રાખો અને વધારે પડતું મીઠાવાળું, ફેટવાળું કે ખાંડવાળું ભોજન ખાવાથી બચો. 

- વધારે વજનથી પણ પથરી થવાની સંભાવના વધી જાય છે. તેથી વધારે વજન હોય તો તેને કંટ્રોલ કરો. 

- જો પથરીની તકલીફ એકવાર થઈ ચૂકી હોય તો નિયમિત હેલ્થ ચેક અપ કરાવતા રહેવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news