Young lady News

VADODARA: પાવાગઢના ટ્રસ્ટીએ યુવતીને કહ્યું, તુ મને ખુશ કરીદે તને મોટી કંપનીની માલિક
પાવાગઢ મંદિરનાં મુખ્ય ટ્રસ્ટી અને તેમનાં મિત્ર સામે વડોદરામાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપીઓની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીને શહેરનાં વાસણા રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં મિટીંગ કરવાના નામે લઇ જઇને કેફી પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન અને પાવાગઢ મંદિરનાં ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે. મુળ હરિયાણાનાં રોહતકની અને વડોદરામાં અભ્યાસ સાથે નોકરી કરતી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બંને આરોપીએ જમીનમાં 50 ટકા ભાગ આપવાની અને કંપનીમાં સીઇઓ બનાવવાની લાલચ આપી ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદનાં આધારે કાર્યવાહી હાથ ધરી છે.
Sep 21,2021, 20:13 PM IST
ચર્ચના ક્રિશ્ચિયન પાસ્ટરે યુવતીને કહ્યું પ્રભુની કૃપા જોઇએ તારા તમામ કપડા ઉતારી નાખ
સાધુઓની કામલીલા બાદ ચર્ચના પાસ્ટર વિરુદ્ધ પણ છેડતી અને સગીરાના ફોટા વાયરલ કરવાની ફરિયાદ નોંધાઈ છે. જે અંગે અમરાઈવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ચર્ચના પાસ્ટરની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. અમદાવાદના અમરાઈવાડીમાં રહેતી એક સગીરાએ ચર્ચના પાસ્ટર સામે ફરિયાદ નોંધાવી છે. સગીરાનો આક્ષેપ છે કે, આ પાસ્ટરે તેને પ્રેમ જાળમાં ફસાવી અને બાદમાં વિડીયો કોલ પર વાત કરી કપડા ઉતરાવી ફોટો વિડીયો મેળવી લીધા હતા. જે ફોટા અને વિડીયો ગુલાબચંદ પાસ્ટરે વાયરલ કરતા સગીરાના કાકા પાસે પહોંચ્યા હતા. જે સમગ્ર બાબતનો ભાંડો ફૂટતા સગીરાએ અમરાઈવાડી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુલાબચંદ પાસ્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Sep 1,2020, 17:02 PM IST

Trending news