જો કોઇ સ્વરૂપવાન યુવતીનો મેસેજ આવે તો હરખાઇ ન જતા, નહી તો પડશે મોટો લોચો

ટેકનોલીજીના જમાનામાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં માધ્ય્મ સાથે જોડાયેલ છે, ત્યારે તમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં કોઈ સ્વરૂપવાન યુવતીની રિકવેસ્ટ કે મેસેજ આવે તો હરખાય ન જતા કેમ કે તમારી સાથે ક્રાઇમ થઇ શકે છે. સોશિયલ મીડિયામાં એક નવી ગેંગ સકિર્ય થઇ છે. આ ગેંગ એકાઉન્ટ ઘરાકોના ઇનબોક્સમાં મેસેજ અથવા તો રિકવેસ્ટ મોકલે છે. જે એકાઉન્ટમાંથી રિકવેસ્ટ આવે છે એ પ્રોફાઈલ માં એક સ્વરૂપવાન યુવતીનો ફોટો રાખવા માં આવે જે પ્રોફાઈલ પિક્ચર જોઈને કોઈ પણ પ્રભવિત થઇ જાય છે.
જો કોઇ સ્વરૂપવાન યુવતીનો મેસેજ આવે તો હરખાઇ ન જતા, નહી તો પડશે મોટો લોચો

ઉદય રંજન/અમદાવાદ : ટેકનોલીજીના જમાનામાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં માધ્ય્મ સાથે જોડાયેલ છે, ત્યારે તમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં કોઈ સ્વરૂપવાન યુવતીની રિકવેસ્ટ કે મેસેજ આવે તો હરખાય ન જતા કેમ કે તમારી સાથે ક્રાઇમ થઇ શકે છે. સોશિયલ મીડિયામાં એક નવી ગેંગ સકિર્ય થઇ છે. આ ગેંગ એકાઉન્ટ ઘરાકોના ઇનબોક્સમાં મેસેજ અથવા તો રિકવેસ્ટ મોકલે છે. જે એકાઉન્ટમાંથી રિકવેસ્ટ આવે છે એ પ્રોફાઈલ માં એક સ્વરૂપવાન યુવતીનો ફોટો રાખવા માં આવે જે પ્રોફાઈલ પિક્ચર જોઈને કોઈ પણ પ્રભવિત થઇ જાય છે.

સુંવાળા સબંધની શરૂવાત કરે છે, ત્યાર બાદ ઓનલાઇન સેક્સ માટેની માંગણી મૂકે છે. સામેના પુરુષને ઓનલાઇન નગ્ન કરાવી તેના સ્ક્રીનશોટ થવા સ્ક્રીનવિડીયો બનાવી લે છે અને ત્યાર બાદ બ્લૅકમેલીંગ કરવાની શરૂવાત કરે છે. જેમાં આ ગેંગ ભોગબનનાર પૈસા નહીં આપે તો તેના નગ્ન ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપતા હોય છે. ત્યારે સાયબર ક્રાઇમ બ્રાંચ આવા અનેક ગુનાના ભેદ પણ ઉકેલી કાઢયા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, હવે ઓનલાઇન ચેટિંગના કારણે ચિટિંગના કિસ્સામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. પોલીસ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી હોવા છતા પણ લોકો કોઇને કોઇ રીતે ફસાઇ જતા હોય છે. બીજી તરફ ગઠીયાઓ પણ નવી નવી તરકીબો અજમાવે છે જેના કારણે લોકો તેમાં ફસાઇ જાય છે. તેવામાં પોલીસ માટે આવા ગુનાઓ ડામવા એક ખુબ જ મોટો પડકાર પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news