RAJKOT માં વધારે એક લવ જેહાદનો કિસ્સો, યુવતીને કહ્યું મુસ્લિમ ધર્મ સ્વિકાર નહી તો...
Trending Photos
દિનેશ ચંદ્રાવાડીયા/રાજકોટ : અનેક યુવતીઓ વિધર્મી યુવકોના પ્રેમજાળમાં ફસાઈને હેરાન થતી જોવા મળે છે. આવી યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ધર્મ પરિવર્તન કરવા પણ દબાણ કરવામાં આવે છે. સરકાર દ્વારા આની સામે કડક કાયદો બનવવામાં આવ્યો છે. આવોજ એક લવ જેહાદનો કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો જ્યાં વિધર્મી યુવકે એક યુવતીને ફસાવીને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતા અંતે કાયદાની ચુંગાલ માં ફસાઈ ગયો છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીનો, જ્યાં 2 દિવસ પહેલા ધોરાજી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી, જે મુજબ એક યુવતીને ધોરાજીના રહેવાસી એવા વિધર્મી યુવકે પ્રેમજળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ આપવા સાથે મજબુર કરવામાં આવતી હતી, જેની સમગ્ર જાણ યુવતીના પરિવાર અને તેના ભાઈને થતા તેણે વિધર્મી મુસ્લિમ યુવક સામે ફરિયાદ નોંધાવી છે અને ધોરાજી પોલીસ દ્વારા આ મુસ્લિમ યુવકને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
શું છે ઘટના? કોણ છે વિધર્મી મુસ્લિમ યુવક ?
ધોરાજીમાં જ રહેતી એક યુવતીને ધોરાજીમાં રહેતા મુસ્લિમ યુવક મહમદ ઉર્ફે ડાડો ગનીભાઇ સમા નામના યુવકે પોતાના પ્રેમજાળમાં ફસાવી , યુવતીને આ મુસ્લિમ યુવક મહમદ ઉર્ફે ડાડો પોતે કુંવારો છે કહીને લગ્નની લાલચ આપીને પોતાના પ્રેમમાં ફસાવી અને ત્યાર બાદ અલગ અલગ જગ્યાએ લઇ જઈને અનેક વખત તેની સાથે શરીર સુખ ભોગવ્યું હતું અને ત્યાર બાદ આ યુવકે યુવતીને માનસિક પરેશાન કરવાનું શરૂ કર્યું, સાથે સાથે તેણે યુવતીને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ધાર્મિક કલમાં મોકલીને તેણે યુવતીને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ શરૂ કર્યું હતું. મહમદે યુવતીને મૌલવી પાસે જવા અને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું, આમ છતાં યુવતીએ ધર્મ પરિવર્તન માટે રાજી ના થતા મહમદ ઉર્ફે ડાડાએ યુવતીને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈને યુવતીના ભાઈએ વિધર્મી મુસ્લિમ યુવક વિરુદ્ધ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ધોરાજી પોલીસે યુવતીના ભાઈની ફરિયાદના આધારે મહમદ ઉર્ફે ડાડા વિરુદ્ધ વિધર્મી યુવતીને પ્રેમમાં ફસાવીને જબરદસ્તીથી ધર્મ પરિવર્તન માટે મજબુર કરવા સહીતના ગુના નોંધીને તાપસ હાથ ધરી હતી.
ક્યાંથી પકડાયો આ મહમદ ઉર્ફે ડાડો? શું છે તેનો ગુનાહિત ઇતિહાસ ?
મહમદ વિરુદ્ધ લવ જેહાદની ફરિયાદ નોંધાતા મહમદ ધોરાજી છોડીને નાશી ગયો હતો. ધોરાજી પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે તે સુરત હોવાની બાતમી મળી હતી. ધોરાજી પોલીસે સુરત જઈને તાપસ કરતા તે ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો ત્યારબાદ ધોરાજી પોલીસે એક અન્ય અજાણ્યા નંબર ઉપરથી ફોન કરતા તે અંકલેશ્વર છે ની બાતમી મળી હતી ત્યાં તપાસ કરતા તે ત્યાં નહિ મળેલ હતો પરંતુ અન્ય માહિતી મુજબ તે અંકલેશ્વર બસ સ્ટેશનમાં છે જે અનુસાર તપાસ કરતા તે અંકલેશ્વર બસ સ્ટેશનમાં સૂતેલો મળી આવ્યો હતો. ધોરાજી પોલીસે તેને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે.
ધોરાજી પોલીસ કડક તપાસ હાથ ધરીને મહમદ ઉપર હજુ કેટલા ગુના છે તેની તપાસ કરી રહી છે સાથે સાથે મહમદ ઉર્ફે ડાડાએ અન્ય કોઈ યુવતીને ફસાવીને ધર્મપરિવર્તન માટે મજબુર તો નથી કરીને વગેરે તપાસ કરી રહી છે. હાલ તો આ વિધર્મી યુવકને યુવતીને ફસાવીને તેને ધર્મ પરિવર્તન માટે મજબુર કરવાનું ભાર પડ્યું છે અને તે હાલ કાયદાની ચુંગાલમાં ફસાઈ ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે