કાગદડી આશ્રમ વિવાદ, યુવતીએ કહ્યું બાપુએ મારી સાથે શારીરિક સંબંધો નહોતા બાંધ્યા
કાગદડી ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુએ 1 જૂને દવા પીને આપઘાત કરી લીધો હતો. જેમાં મહંતના ભત્રીજા અલ્પેશ સોલંકી, જમાઇ હિતેશ જાદવ અને રાજકોટનાં વિક્રમ સોહલા સહિતનાં ટ્રસ્ટીઓએ હાર્ટ એકેટમાં ખપાવીને અંતિમવિધિ કરી નાખી હતી. ત્યાર બાદ 6 જુને મહંતની સુસાઇડ નોટ મળતા 8 જૂનના રોજ ટ્રસ્ટી રામજીભાઇએ પોલીસમાં હિતેશ, અલ્પેશ અને વિક્રમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરીને આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
Trending Photos
રાજકોટ : કાગદડી ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુએ 1 જૂને દવા પીને આપઘાત કરી લીધો હતો. જેમાં મહંતના ભત્રીજા અલ્પેશ સોલંકી, જમાઇ હિતેશ જાદવ અને રાજકોટનાં વિક્રમ સોહલા સહિતનાં ટ્રસ્ટીઓએ હાર્ટ એકેટમાં ખપાવીને અંતિમવિધિ કરી નાખી હતી. ત્યાર બાદ 6 જુને મહંતની સુસાઇડ નોટ મળતા 8 જૂનના રોજ ટ્રસ્ટી રામજીભાઇએ પોલીસમાં હિતેશ, અલ્પેશ અને વિક્રમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરીને આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
જેમાં રાજકોટ ઝોન -1 ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું કે, આપઘાત કેસમાં હાર્ટ એટેકનું સર્ટિફિકેટ બનાવનાર દેવ હોસ્પિટલના તબીબ નિલેશ નિમાવત અને વકીલ રક્ષિત કલોલાની સંડોવણી ખુલી છે. આપત્તિજનક વીડિયોમાં દેખાતી યુવતીએ નિવેદન આપ્યું છે કે, બાપુથી હેરાન હતી. વીડિયોમાં બાપુ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો ઇન્કાર કર્યો હતો.
પ્રવીણ કુમાર મીણાએ વધારેમાં જણાવ્યું કે, બાપુએ સલ્ફોસ નામની ઝેરી દવા પીધી હોવાનું ખુલ્યું છે. મોબાઇલમાંથી સલ્ફોન નામની ઝેરી ટીકડીના ફોટા અને પુરાવા પણ મળ્યા હતા. સુસાઇડ નોટનો ફોટો રક્ષિત કલોલા દ્વારા મકલવામાં આવ્યો હતો. ડોક્ટર નિલેશ નિમાવત અને વકીલ રક્ષિત કલોલાએ બાપુનું ઝેરી દવાને કારણે નહી પરંતુ કુદરતી રીતે એટેક આવવાનાં કારણે થયું હોવાનું જાણી જોઇને ગુનાહિત કાવત્રુ રચી અને પુરાવાનો નાશ કર્યો હતો.
ડોક્ટર નિલેશ નિમાવત દ્વારા કહેવાતું ડેથ સર્ટિફિકેટ આપી બંન્ને આરોપીઓ વિરુદ્ધ આઇપીસી 201,102 (બી), 465,477 મુજબ ગુનો નોંધ્યો છે. આ કામનાં આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો દ્વારા તપાસ ચલાવાઇ રહી છે. જો કે તપાસ દરમિયાન કેટલાક લોકોની શંકાસ્પદ ભુમિકા જણાતા તપાસ કરતા જયરામદાસબાપુનો મૃતદેહ 1 જુને સવારે 10.30 વાગ્યાની આસપાસથી કાગદડી આશ્રમથી એક એમ્બ્યુલન્સમાં રાજકોટ માટે રવાના થયા છે. જ્યારે ડોક્ટર નિલેશ નિમાવત દ્વારા સાધુ જયરામદાસનો મરણનો દાખલ થવાનો સમય સવારે 6 વાગ્યાનો અને મરણનો ટાઇમ 08.15 વાગ્યાનો દેખાડ્યો હતો. જયરામદાસની લાશ 10.30 વાગ્યા પછી આશ્રમથી રવાના થઇ હતી. જેથી પ્રાથમિક રીતે ડેથ સર્ટિફિકેટ જ ખોટું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે