ભરતસિંહ સોલંકી સાથે પકડાયેલી યુવતી કોણ છે? જાણો કોણે નેતા સાથે કરાવ્યો હતો સંપર્ક

પતિ, પત્ની ઔર વો....! મામલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી વિવાદોમાં ઘેરાયા છે. ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશમા પટેલ વચ્ચે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા હતા. જેને લઇને ભરતસિંહ સોલંકીએ તેમની પત્નીને છૂટાછેડા આપવા માટે અરજી પણ કરી છે

ભરતસિંહ સોલંકી સાથે પકડાયેલી યુવતી કોણ છે? જાણો કોણે નેતા સાથે કરાવ્યો હતો સંપર્ક

ઝી બ્યુરો, અમદાવાદ: કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની રંગરેલીયાનો કથિત વીડિયો સામે આવ્યા બાદ રાજકીય ગલિયારોમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશમા પટેલ જ્યારે ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશે ત્યારે ભરતસિંહ તેમની પત્નીને દરવાજા પર અટકાવે છે તે જ સમયે એક યુવતી જોવા મળે છે. ત્યારે ભરતસિંહ જે યુવતી સાથે પકડાયા છે તે યુવતીને લઇ મોટો ખુલાસો થયો છે.

પતિ, પત્ની ઔર વો....! મામલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી વિવાદોમાં ઘેરાયા છે. ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની રેશમા પટેલ વચ્ચે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા હતા. જેને લઇને ભરતસિંહ સોલંકીએ તેમની પત્નીને છૂટાછેડા આપવા માટે અરજી પણ કરી છે. પરંતુ રેશમા પટેલ ભરતસિંહ સોલંકીને મનાવવા આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે પહોંચ્યા હતા. જ્યાં રેશમા પટેલ ઘરમાં પ્રવેશે છે ત્યાં જ ભરતસિંહ સોંલકી અન્ય યુવતી સાથે પકડાયા હતા.

ત્યારે જે યુવતી સાથે ભરતસિંહ પકડાયા છે તે યુવતીને લઇ મોટો ખુલાસો થયો છે. ભરતસિંહ જે યુવતી સાથે પકડાયા તે યુવતી વડોદરાના મહિલા કોંગ્રેસ નેતાની ભાણી હોવાની માહિતી મળી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતાએ જ આ યુવતીનો ભરતસિંહ સાથે પરિચય કરાવ્યો હોવાની પણ માહિતી સામે આવી છે.

તો બીજી તરફ રેશ્મા પટેલે વાયરલ વીડિયોની પુષ્ટિ કરી છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો ખાતે બની હોવાની વાત રેશ્મા પટેલ કરી રહ્યા છે. ત્યારે આ મામલે ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, મારા પતિને ઘણા વખતથી હું શોધતી હતી. પણ ગઇકાલે આણંદ વિદ્યાનગર રોડ પર એક યુવતી સાથે તેમને આઇસ્ક્રીમ ખાતા જોયા હતા.

ત્યારબાદ મેં તમને ફોલો કર્યા અને આશ્રય બંગલો ખાતે પહોંચી ગઈ. જ્યાં એક અજાણી યુવતી સાથે બંગલામાં રંગરેલિયા માનવતા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ત્યાં ભરતસિંહને મનાવવા ગઈ હતી. પરંતુ અહીં મેં ચિત્ર કંઈક અલગ જ જોયું હતું. હજુ પણ હું ભરતસિંહને માફ કરવા તૈયાર છું...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news