પતિ, પત્ની ઔર વો....!કોંગ્રેસના મોટા નેતા યુવતી સાથે રૂમમાં હતા અને અચાનક પત્નીએ આવીને પકડ્યાં, કથિત વીડિયો વાયરલ

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કોઈ યુવતી સાથે સમય પસાર કરી રહ્યા હતા અને અચાનક જ પહોંચી ગયા તેમના પત્ની, બબાલનો વીડિયો વાયરલ..

પતિ, પત્ની ઔર વો....!કોંગ્રેસના મોટા નેતા યુવતી સાથે રૂમમાં હતા અને અચાનક પત્નીએ આવીને પકડ્યાં, કથિત વીડિયો વાયરલ

ઝી ન્યૂઝ/અમદાવાદ: કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલકીં ફરી પાછા વિવાદમાં ફસાયા છે. ભરતસિંહનો આ વખતનો વિવાદ મસમોટો છે. પોતાની પત્ની સાથે જ વિખવાદ બાદ હવે પત્ની રેશમા પટેલે એવો ખેલ પાડી દીધો હતો કે ભરતસિંહને હવે જીદંગી ભર યાદ રહેશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાના ઇલુઇલુની લીલાનો ભાંડો ફૂટતા રાજકારણમાં મોટો ખળભળાટ મચ્યો છે.

સોશિયલ મીડિયામાં હાલ કોંગ્રેસી નેતા ભરતસિંહના પત્ની અને યુવતી વચ્ચેની બબાલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કોંગ્રી નેતા ભરતસિંહ કોઈ અજાણી મહિલા સાથે હોય તે સમયે તેમની પત્ની પહોંચી ગઈ હતી. ત્યારબાદ યુવતીને લઈ ભરતસિંહની પત્નીએ હોબાળો કર્યા હોય તેવું વીડિયોના દ્રશ્યો પરથી સ્પષ્ટ સાબિત થાય છે. ભરતસિંહના પત્નીએ આ અજાણી યુવતી સાથે તેમના સંબંધો હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ યુવતી અને ભરતસિંહના પત્ની વચ્ચે બબાલ થાય છે. એટલું જ નહીં, બંને વચ્ચે થયેલી બબાલનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં યુવતીએ પતિ-પત્નીના સંબંધ બગાડ્યા હોવાનો ભરતસિંહના પત્નીએ આરોપ લગાવ્યો છે.

(ઝી 24 કલાક વીડિયોની પુષ્ટી નથી કરતું)#Gujarat #ZEE4Kalak pic.twitter.com/DoPkY3srkB

— Zee 24 Kalak (@Zee24Kalak) June 1, 2022

શું છે કથિત વાયરલ થયેલા વીડિયોમાં?
સોશિયલ મીડિયામાં કથિત વિડીયોના મતે, ભરતસિંહ સોલંકીના પત્ની ધીમેથી દરવાજો ખોલીને ઘરમાં પ્રવેશે છે, તે વખતે ભરતસિંહ દોડતા આવે છે અને 'પોલીસને બોલાવો..પોલીસને બોલાવો' કહીને બૂમો પાડીને પત્ની રેશ્મા પટેલને આવતા અટકાવે છે. રેશ્મા પટેલ સાથે તેમની સાથે રહેલા લોકો પણ ઘરમાં જબરજસ્તી ઘૂસે છે અને અંદર રહેલી યુવતીના વાળ પકડીને માર મારવાનું શરૂ કરે છે. ભરતસિંહ વચ્ચે પડીને અજાણી યુવતીને બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ પત્ની તેમને હડસેલીને દૂર કરી દે છે. ત્યારબાદની ત્રણ ક્લીપમાં રેશ્મા પટેલ અને ભરતસિંહના ઘરમાં રહેલી અજાણી યુવતી વચ્ચે થયેલી મારામારીના દ્રશ્યો વાયરલ થયા છે. જેમાં રેશ્મા પટેલ યુવતીના વાળ ખેંચીને તેનું મોઢું કેમેરામાં દેખાય તેવા પ્રયાસ કરી રહી છે.

રેશ્મા પટેલ આ યુવતીને એમ પણ કહે છે કે, 'તું મારા ધણીને લઈને બેઠી છે... તને નહીં છોડું..' રેશ્મા પટેલના અચાનક ઘરમાં ઘૂસી જવાથી ભરતસિંહ એટલા ગભરાઈ જાય છે કે તેઓ તેમના ગાર્ડ્સને બૂમો પાડીને પોલીસને બોલાવવા માટે જણાવે છે. પરંતુ ભરતસિંહ સોલંકીના પત્ની યુવતીના વાળ ખેંચીને 'આનો વિડીયો ઉતારો.. તારું મોઢું બતાય' એમ કહેતા રહે છે. જોકે, યુવતી પોતાનો ચહેરો છૂપાવવા માટે પોતાનાથી બનતા તમામ કોશિશ કરે છે. તે વખતે રેશ્મા પટેલ સાથે રહેલો એક વ્યક્તિ યુવતીને એમ પણ કહે છે કે, આ ધંધા સારા નથી.

No description available.

અન્ય વાયરલ થયેલી એક વીડિયોમાં ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ યુવતીને જણાવે છે કે 'તે મારો નથી થયો.. તેના માટે મેં આખી દુનિયા છોડી દીધી.. મારો બાપ પણ મરી ગયો.. જેવી દશા મારી થઈ તેવી જ દશા તારી પણ થશે.' પરંતુ તે વખતે અજાણી યુવતી ભરતસિંહના પત્નીને આન્ટી કહીને બોલાવે છે, જેના જવાબમાં રેશ્મા પટેલ તેને એમ કહેતા સાંભળી શકાય છે કે, 'તું મને આન્ટી કહે છે તો પેલો તારો દાદો ના થયો?'

તમને જણાવી દઈએ કે, ભરતસિંહના પત્ની અને યુવતી વચ્ચે થયેલી બબાલનો વાયરલ વીડિયોની ઝી 24 કલાક પુષ્ટી કરતું નથી. ઉલ્લેખનીય છે કે, રેશ્માબન પટેલે અગાઉ પણ વકીલ મારફતે પોતાની વાત વિશે જાહેરમાં ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોનામાં સપડાયા ત્યારે મેં તેમની ખુબ સેવા કરી. પરતું સાજા થયા બાદ તેઓએ છુટાછેડા આપવા માટે દબાણ કરતા હોવાનો ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન પટેલે આક્ષેપ લગાવ્યો હતો.

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની પત્નીએ રાહુલ ગાંધીને પણ આ બાબતે ફરિયાદ કરી હતી  અમેરિકાથી પત્ર લખી રાહુલ ગાંધીને ફરિયાદ કરતાં રેશ્મા પટેલે આ મામલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી મેં ન્યાય માટે લોકોને અપીલ કરી છે પરંતુ મને ન્યાય મળ્યો નથી. મારા પતિ ભરતસિંહ સોલંકીના ડરથી અમેરિકા આવી ગઇ છું. ભરતસિંહ અમેરિકા આવ્યા પરંતુ મને સંપર્ક કર્યો નથી. હાલ મારી આર્થિક સ્થિતિ હાલ સારી નથી. મને ન્યાય મળે એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news