સિરાજ સાથે અફેરના સમાચાર વચ્ચે આશા ભોસલેની પૌત્રીની ચોંકાવનારી પોસ્ટ, બન્ને વચ્ચેના સંબંધનો કર્યો મોટો ખુલાસો
Mohammed Siraj Zanai Bhosle Dating Rumours: હાલમાં જ આશા ભોંસલેની પૌત્રી સાથે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી તેમના અફેરના સમાચારોએ જોર પકડ્યું છે. જો કે, હવે બન્નેએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને સત્યને બધાની સામે મૂકી દીધું છે.
Trending Photos
Mohammed Siraj Zanai Bhosle Dating Rumours: શું ભારતીય બોલર મોહમ્મદ સિરાજ અને આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોંસલે એકબીજાને ડેટ કરી રહ્યાં છે? હાલમાં જ બન્નેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાદ તેમના અફેરના સમાચારોએ જોર પકડ્યું હતું. હવે જનાઈ અને સિરાજ બન્નેએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરીને અફેરની અફવાઓનું સત્ય બધાની સામે મૂક્યું છે. જો કે, જનાઈએ પહેલા સ્ટોરી પોસ્ટ કરી, જેને સિરાજે તેના એકાઉન્ટ પર શેર કરી છે.
ડેટિંગ સમાચાર મળ્યો વેગ
સુરીલા અવાજ માટે પ્રખ્યાત યુવા સિંગર અને આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોંસલે તેના 23માં જન્મદિવસની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમાં જ એક ફોટો જનાઈએ સ્ટાર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સાથેનો પણ પોસ્ટ કર્યો હતો. આ ફોટોમાં બન્ને એકબીજાને જોઈને હસતા જોવા મળ્યા હતા. થોડી જ વારમાં આ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો અને લોકોએ માની લીધું કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હવે જનાઈએ પોતે જ બધાની સામે સત્ય મૂકી દીધું છે.
બન્ને વચ્ચે શું છે સંબંધ?
આ અફવાઓ વિવાદનો વિષય બને તે પહેલા જ જનાઈએ સિરાજ સાથેના તેના સંબંધો વિશે સત્ય જાહેર કરતી એક પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું કે, 'મારો પ્રિય ભાઈ.' જનાઈએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સિરાજ સાથેનો ફોટો પોસ્ટ કરતા આ લખ્યું હતું. આ પછી ભારતીય ફાસ્ટ બોલરે તે સ્ટોરી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી અને લખ્યું કે, 'બહેન.' સિરાજે પ્રખ્યાત ગીત 'તારોં કા ચમકતા ગહના હો'ના કેટલાક લિરિક્સ પણ લખ્યા હતા. તમે નીચે સિરાજની પોસ્ટ જોઈ શકો છો.
ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે સિરાજ
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ખરાબ પ્રદર્શન બાદ સિરાજ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર છે. ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી વ્હાઇટ-બોલ સિરીઝ અને ત્યાર પછીની ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની પસંદગી કરવામાં આવી નથી. ઘણા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે જઈ રહેલી ભારતીય ટીમમાં ફાસ્ટ બોલિંગ બેકઅપના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, સિરાજ પણ હોવો જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે