Villagers News

વાહ સરકાર! શાળા શરૂ કરવા માટે ગામલોકોએ શિક્ષણમંત્રીનું પુતળું બાળ્યું, બેસણું રાખે ત
વિકાસ વિકાસની વાતો વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કેવા ગંભીર પ્રકારનાં ચેડા થઇ રહ્યા છે તેની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. વિદ્યાર્થી ધોરણ 6 થી 8 ના વર્ગ ફરી શરૂ કરવા માટે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા 4 જુલાઇએ નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયને લગતો પત્ર સોશિયલ મીડિયા દ્વારા તે જ દિવસે ગામલોકો સુધી પહોંચી ચુક્યો હતો. જો કે અધિકારીક રીતે આ પત્ર હજી સુધી પણ પહોંચ્યો નથી. ગમાનપુરા પ્રાથમિક શાળા અધિકારીક પત્રની રાહ જોઇ રહ્યા છે. ગમાનપુરા પ્રાથમિક શાળા દોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવાનો પત્ર મળ્યો નથી. હાલ તો આ પત્ર સરકારી કચેરીમાં ફસાયેલો છે. આ પત્ર જ્યાં સુધી નહી આવે ત્યાં સુધી શાળા પણ કામગીરી આગળ વધારી શકશે નહી. 
Jul 7,2022, 17:48 PM IST
તંત્રના ભરોસે રહેશો નહી! નિવૃત આર્મી જવાનોએ પોતાના વિસ્તારમાં પાણી પહોંચાડવાનું શરૂ
 દેશની રક્ષા કાજે સતત ખડેપગે ફરજ બજાવતાં સૈનિકો પોતાની માતૃભૂમિના રહીશોને પાણી ની પડતી તકલીફના નિવારણ માટે મેદાનમાં આવ્યા છે. પંચમહાલના મોરવા હડફના નવાગામના એક મહિલા સહિત કુલ 15 જવાનો દેશના રક્ષણ માટે આર્મી, બીએસએફ સહિત પેરા મિલેટ્રી ફોર્સમાં ફરજ બજાવી રહ્યા છે. કેટલાક નિવૃત થયા છે આ સૈનિકો દ્વારા ગામના જે રહીશો પાણીની સમસ્યાનો ભારે સામનો કરી રહ્યા છે તેઓની વ્હારે આવી સ્વ ખર્ચે ટેન્કર મારફતે ચોમાસા સુધી પાણી પૂરું પાડવાનો પ્રારંભ કર્યો છે. ગામના જવાનો દ્વારા કરવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિકો બિરદાવી રહ્યા છે. ગામમાં સરકારની યોજના હેઠળ જલ્દી પાણી મળે એવી અપેક્ષા પણ વ્યક્ત કરી રહ્યા છે.
Apr 11,2022, 17:38 PM IST

Trending news