આ છે ગુજરાતનો વિકાસ? ગામલોકોએ ઘરે જવા કેડ કેડ સમા પાણીમાં ઉતરવું પડે છે, ચૂંટણીનો કર્યો બહિષ્કાર

બરવાળાના ટિબલા ગામનો પુલ બે વર્ષ પહેલાં ભારે વરસાદમાં તૂટી જતા ગામ લોકો પરેશાન છે. કમર સમાં પાણીમાં જીવના જોખમે ગામ લોકો બે વર્ષથી આ નદીમાંથી પસાર થવા માટે મજબુર છે. આરોગ્યની સ્થિતીને લઈ ગામ લોકો પરેશાન થઇ રહ્યા છે. તંત્ર દ્વારા પુલ નહી બનાવતા ગામ લોકોએ જાતે ચાલી શકાય તેવી પુલ ઉપર  કરી વ્યવસ્થા. તંત્ર દ્વારા કોઈ કામ નહીં કરતા ગામ લોકોમાં રોષ ગામનો નિર્ણય પુલ નહિ તો મત નહિ. 
આ છે ગુજરાતનો વિકાસ? ગામલોકોએ ઘરે જવા કેડ કેડ સમા પાણીમાં ઉતરવું પડે છે, ચૂંટણીનો કર્યો બહિષ્કાર

રઘુવીર મકવાણા/બરવાળા : બરવાળાના ટિબલા ગામનો પુલ બે વર્ષ પહેલાં ભારે વરસાદમાં તૂટી જતા ગામ લોકો પરેશાન છે. કમર સમાં પાણીમાં જીવના જોખમે ગામ લોકો બે વર્ષથી આ નદીમાંથી પસાર થવા માટે મજબુર છે. આરોગ્યની સ્થિતીને લઈ ગામ લોકો પરેશાન થઇ રહ્યા છે. તંત્ર દ્વારા પુલ નહી બનાવતા ગામ લોકોએ જાતે ચાલી શકાય તેવી પુલ ઉપર  કરી વ્યવસ્થા. તંત્ર દ્વારા કોઈ કામ નહીં કરતા ગામ લોકોમાં રોષ ગામનો નિર્ણય પુલ નહિ તો મત નહિ. 

Ahmedabad: ઓઇલની પાઇપમાં ભંગાણ કરી લાખો રૂપિયાની ક્રૂડ ઓઇલની ચોરી
 
રાજયના છેવાડાના વિસ્તાર સુધી વિકાસની વાતો વચ્ચે વિકાસના દાવા પોકળ સાબિત કરતું બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું આ ટિબલા ગામ જે આશરે 500 ની વસ્તી ધરાવતા ગામની હાલ તો મુખ્ય સમસ્યા ગામમાં આવવા જવા માટેનો આ એક પુલ છે. જે આશરે બે વર્ષ પહેલાં વધુ વરસાદના કારણે તૂટી ગયેલ. પુલ તૂટી જતા ગામ લોકો ખુબજ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કારણ કે આ નદીમાં બારેમાસ 7 થી 8 ફૂટ પાણી ભરેલું રહે છે. જે પાણી માંથી મજબૂર થઈ લોકો ને પસાર થવું પડે છે. અને જો પાણી માંથી પસાર ન થવું હોય તો ગામ લોકો એ તેમજ શાળા એ જતા વિદ્યાર્થીઓ એ બીજા ગામ માં એટલે કે વાડી ના રસ્તે એકલા જોખમ સાથે પસાર થવું પડે ત્યારે વાડી રસ્તે એકલા જતા બાળકોના વાલીઓમાં ચોક્કસ ચિંતા જોવા મળે છે. 

ત્યારે ખાસ કરી ગામ લોકો માટે આરોગ્ય ની કોઈ જરૂરિયાત હોય ત્યારે ગામ લોકો ખુબજ મુશ્કેલીનો સામનો કરે છે. અને દર્દીઓને આ નદીમાંથી દર્દીને ખાટલામાં બેસાડી પસાર કરવા પડે છે. ત્યારે હાલ તો કોરોના કાળ બાદ લોક થયેલ શાળા ખુલતા વિદ્યાર્થીઓને શાળાએ જવા આવવામાં નદીમાંથી પસાર થવું પડે છે. તો અન્ય માર્ગ પરથી પસાર થવું પડે છે. ત્યારે વાલીઓની ચિંતામાં ખુબ જ વધારો થાય છે. ત્યારે તંત્રનું કામ ગામ લોકોને કરવાની ફરજ પડી છે. 

ગામ લોકો દ્વારા વિદ્યાર્થીઓ અને ગામ લોકોને નદીમાંથી પસાર ન થવું પડે તે માટે વિજપોલ મૂકી ચાલી ને જઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી. ત્યારે હાલ તો મુશ્કેલી માંથી પસાર ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગામ લોકોનો એક જ સુર અત્યારે જોવા મળી રહ્યો છે. જેમાં ગામ માં પુલ નહી તો મત નહિ ત્યારે હાલ તો ગામ લોકો દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જો ગામ નો પુલ બનાવવામાં નહિ આવે તો મત નહિ આપવાનું નકી કરી સાથે મળી સુત્રોચાર કરી પોતાનો રોષ વ્યકત કરેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news