સગીરાની છેડતી કરવી યુવકને ભારે પડી..! ગ્રામજનોએ યુવકનું અર્ધ મુંડન કર્યું, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ગામે 13 વર્ષીય સગીરા દુકાને દૂધની થેલી લેવા ગઈ હતી તે દરમિયાન એક યુવક સગીરા પાસે આવ્યો હતો અને સગીરાને હાથમાં એક કાગળ આપવાની કોશિશ કરી હતી.

સગીરાની છેડતી કરવી યુવકને ભારે પડી..! ગ્રામજનોએ યુવકનું અર્ધ મુંડન કર્યું, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સંદીપ વસાવા/કામરેજ: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ગામમાં સગીરાની છેડતી કરવી યુવકને ભારે પડી છે. ગ્રામજનોએ યુવકનું અર્ધ મુંડન કરી પાઠ ભણાવ્યો હતો અને કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અર્ધ મુંડન કરેલ યુવકનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક ગામે 13 વર્ષીય સગીરા દુકાને દૂધની થેલી લેવા ગઈ હતી તે દરમિયાન એક યુવક સગીરા પાસે આવ્યો હતો અને સગીરાને હાથમાં એક કાગળ આપવાની કોશિશ કરી હતી. સગીરાએ કાગળ નહિ લેતા યુવકે સગીરાનો હાથ પકડી છેડતી કરી હતી. સગીરા યુવકની હરકતથી ગભરાઈ ગઈ ઘરે આવી ગઈ હતી. 

સમગ્ર ઘટનાની જાણ પોતાની માતાને જણાવતા સગીરા અને માતા યુવકને શોધવા બજારમાં નીકળ્યા હતા. લસકાણા ગામ તરફ જવાના રસ્તા પર યુવક નજરે ચડતા સગીરાએ ઓળખી કાઢ્યો હતો. છેડતીની ઘટનાની જાણ આસપાસ વિસ્તારના લોકોને થતા એકઠા થઈ ગયા હતા. રોષે ભરાયેલા લોકોએ યુવકની પૂછપરછ કરી યુવકનું અર્ધ મુંડન કર્યું હતુ. જે વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરતા કામરેજ પોલીસે યુવકની અટક કરી છે અને તેઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીનું નામ ધવલભાઈ પ્રવીણભાઈ મારું હોવાનું જાણવા મળ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news