બહુચરાજી જવાનો પ્લાન બનાવતા હોય તો સાવધાન! આ અહેવાલ વાંચ્યા વગર નીકળ્યા તો થશે ધરમનો ધક્કો!

હેસાણા જિલ્લામાં આવેલા યાત્રાધામ બહુચરાજીમાં ટ્રાફિકની સમસ્યા ટૂંકા ગાળા માં બહુ મોટી સમસ્યા બની ગઈ છે. બહુચરાજી નગર સી આકારમાં વિકાસ પામ્યું છે અને તેમાં રેલવે લાઈનના કારણે મુખ્ય માર્ગોના બંને છેડે ટ્રાફિકની સમસ્યા વધવાથી બહુચરાજી ગામમાં પણ ટ્રાફિક સમસ્યા ખૂબ વધી ગઈ છે.

બહુચરાજી જવાનો પ્લાન બનાવતા હોય તો સાવધાન! આ અહેવાલ વાંચ્યા વગર નીકળ્યા તો થશે ધરમનો ધક્કો!

તેજસ દવે/મહેસાણા: નાના મોટા તમામ શહેરોમાં ટ્રાફિકની સમસ્યા જ્યાં જુવો ત્યાં જોવા મળે છે, પરંતુ મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રાધામ બહુચરાજીમાં ટ્રાફિકની સમસ્યા ટૂંકા ગાળા માં બહુ મોટી સમસ્યા બની ગઈ છે. બહુચરાજી નગર સી આકારમાં વિકાસ પામ્યું છે અને તેમાં રેલવે લાઈનના કારણે મુખ્ય માર્ગોના બંને છેડે ટ્રાફિકની સમસ્યા વધવાથી બહુચરાજી ગામમાં પણ ટ્રાફિક સમસ્યા ખૂબ વધી ગઈ છે.

વાહનોના કારણે હાઇવે ઉપર ટ્રાફિક સમસ્યા
બહુચરાજી યાત્રાધામ હોવાથી યાત્રાળુઓનો ધસારો વધ્યો છે, તો બીજી તરફ બહુચરાજી વિસ્તારમાં ઔદ્યોગિકરણ ના કારણે મોટા વાહનો નો ટ્રાફિક વધ્યો છે.આ કારણે મહેસાણા અને પાટણ થી વિરમગામ અને માંડલ તરફ જતા વાહનોના કારણે હાઇવે ઉપર ટ્રાફિક સમસ્યા વધુ છે અને તેના કારણે બહુચરાજી ગામમાં અવરજવરમાં ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

ટ્રાફિકની કાયમી સમસ્યાથી છુટકારો
આથી બહુચરાજી માં કાલરી ફાટક થી શંખલપુર ફાટક સુધી સમાંતર કાચો રોડ છે જે રોડ પાકો બને તો, બહુચરાજી ગામનો ટ્રાફિક સરળતાથી અવરજવર કરી શકે અને બહુચરાજી અને શંખલપુરના ગ્રામજનોને ફાટકની સાથે ટ્રાફિકની કાયમી સમસ્યાથી છુટકારો મળી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news