Valsad district News

વલસાડના આંતરિયાળ જિલ્લામાં સરકારી તંત્રનું રેઢીયાળ કામકાજ, ડોક્ટર્સ પણ ગેરહાજર રહે છ
જિલ્લાના અંતરિયાળ પહાડી આદિવાસી વિસ્તારોમાં સરકારી આરોગ્ય કેન્દ્રોમાં રેઢિયાળ વહીવટને કારણે  ભગવાન ભરોસે જ ચાલતા  હોય તેમ લાગી રહ્યું છે. કપરાડાના અંતરિયાળ પહાડી આદિવાસી વિસ્તારોમાં મોટા ભાગના આરોગ્ય કેન્દ્ર પર  દિવસના સમયે કર્મચારીઓ  મોટેભાગે ગાયબ જ રહેતા હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે ગરીબ અને અભણ આદિવાસીઓ માટે સરકાર આરોગ્ય માટે કરોડોનો ખર્ચ કરે છે. પરંતુ  ગુલ્લીબાઝ તબીબી સ્ટાફની હકીકત જાણવા Zee 24 kalak ની ટીમ  ડુંગરા ખુંદીને જિલ્લા મથકથી 100 કિલોમીટર દૂર આવેલ રોહિયાળ જંગલના આરોગ્ય કેન્દ્રનું રિયાલિટી ચેક હાથ ધરી છે. ત્યારે ચોંકવનારી હકીકત બહાર આવી હતી. 
Apr 11,2022, 22:31 PM IST

Trending news