IPLનો સટ્ટો રમતા સટોડિયાઓએ બદલ્યું સરનામું! હવે અહીંથી ઝડપાયા, દુબઇના 5 બુકીઓ વોન્ટેડ જાહેર
વલસાડ જિલ્લાના પારડીના વાપી નજીક તીઘરા ગામે ફોરચુન નેસ્ટ સોસાયટીમાં બંગલો ભાડે રાખીને અંડર વર્લ્ડ અને બોલીવુડની અનેક હસ્તીઓની સંડોવણી જેમાં બહાર આવી ચુકી છે એવા મહાદેવ ગેમિંગનું નેટવર્ક પોલીસે શુક્રવારે રાત્રિએ ઝડપી પાડયું છે.
Trending Photos
ઉમેશ પટેલ/વલસાડ: વલસાડ જિલ્લાના પારડીના તિઘરા ગામ ખાતે એક બંગલામાં IPLનો સટ્ટો રામાઈ રહ્યો હોવાની બાતમીના આધારે IPLનો જુગાર રમતા 10 ઇસમોને 2.94 લાખના મુદ્દામાલ LCBની ટીમે ઝડપી પાડ્યા તેમજ દુબઇથી ઓપરેટ થતું હતું. સ્ટોડિયાંઓનું માર્કેટ દુબઇના 5 જેટલાં બુકીઓને પોલીસે વૉન્ટેડ જાહેર કર્યા છે.
વલસાડ જિલ્લાના પારડીના વાપી નજીક તીઘરા ગામે ફોરચુન નેસ્ટ સોસાયટીમાં બંગલો ભાડે રાખીને અંડર વર્લ્ડ અને બોલીવુડની અનેક હસ્તીઓની સંડોવણી જેમાં બહાર આવી ચુકી છે એવા મહાદેવ ગેમિંગનું નેટવર્ક પોલીસે શુક્રવારે રાત્રિએ ઝડપી પાડયું છે. પ્રશાંત સેવક નામક ઈસમ તેના માણસો સાથે ઓનલાઇન IPL ક્રિકેટ મેચ તેમજ ડ્રેગન ટાઈગર, કસીનો અને તીનપત્તી સહિત 500 જેટલી રમતો પર ગ્રાહકોને મોબાઈલ પર ઓનલાઈન સટ્ટા બેટિંગનો જુગાર રમાડતો હતો.
વલસાડ એલસીબી અને પારડી પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને બંગલામાં ઉપરના રૂમમાંથી એક કોમ્પ્યુટર, બે લેપટોપ, બેંક એકાઉન્ટ લીંક કરેલા 13 મોબાઇલ ફોન તેમજ અન્ય 11 મોબાઈલ ફોન, અને અલગ અલગ બેંકના 27 જેટલા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી ઓનલાઈન સટ્ટો રમાડતા પ્રશાંત ઉર્ફે કચ્ચી ડાયાલાલ સેવક ઉવ 37 મૂળ લાલબાગ મુંબઈ સહિત દસ જેટલા ઇસમોને રંગે ઝડપી પાડયા છે.
IPLની સિઝન ચાલી રહી છે ત્યારે પકડાયેલા આરોપી દ્રારા મહાદેવ નામની એપના માધ્યમથી અલગ અલગ 4 જેટલી વેબસાઈટ પર જઈ ipl ગેમ ઉપર સટ્ટો લગાવવાની જાણ વલસાડ પોલીસને થતા તાત્કાલિક રેડ કરી 12 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ દ્રારા ટેલિગ્રામ ગ્રૂપ તથા વોટ્સએપ ગ્રૂપ બનાવીને અલગ અલગ લોકો પાસેથી પૈસા લઈ સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો, સાથે પોલીસ ને શંકા ન જાય એ માટે મુખ્ય આરોપી દ્રારા બહારથી તમામ માણસોને સટ્ટો રમાડવા માટે બોલાવવામાં આવ્યા હતા.
થોડા દિવસ પહેલા બંગલો ભાડે લેવામાં આવ્યો હતો. દુબઈથી ચાલતી મહાદેવ બુકિંગ એપ ઉપર અનેકો લોકો ઓનલાઈન સટ્ટો રમે છે તો આ એપ ચલાવનાર વરૂણ બાફના ઉપર અનેકો ગુના નોંધાયા છે અને વરૂણ બાફના દુબઈ ભાગી ગયો છે ત્યારે વરૂણ બાફના દ્રારા વલસાડ જિલ્લા ખાતે ચલાવવામાં આવી રહેલા સત્તાને પકડવામાં પોલીસને આરોપીઓને પકડવામાં મોટી સફળતા મળી છે.
વલસાડ LCBની ટીમે મહાદેવ બુક ના માલિક સહિત 5 ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. મહાદેવબેટિંગ એપ ચલાવનાર અગાઉ અમદાવાદ ખાતે કરોડો ના વરુણ બાફના અને સૌરવ જેઓ દુબઇ થી આ નેટવર્ક ચલાવે છે જેઓ વિરુદ્ધ અમદાવાદમાં પણ ગુનો નોંધાઈ ચુક્યો છે. જેઓને વલસાડ પોલીસએ વોન્ટર્ડ જાહેર કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે