Water problem News

વાહ વિકાસ હોય તો આવો! કરોડોના ખર્ચે બે ટાંકી બનાવી પણ બંન્નેમાં લિકેજ, લોકોના પાણી મ
પાણીની સમસ્યાને લઈને રાજકોટ જિલ્લાના આટકોટમાં લોકોએ પાણી નહિ મળતા રોષે ભરાયા હતા. માટલા ફોડીને વિરોધ કર્યો હતો. આટકોટમાં પીવાના પાણી પૂરું પાડવા માટે તમામ વ્યવસ્થા છે પરંતુ વહીવટી અણઆવડત અને બેદરકારીને લીધે કોઈના ઘરે પાણી નથી પહોંચતું. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં પાણીને લઈને લોકો હેરાન પરેશાન છે. આજે આટકોટના કૈલાશ નગરના લોકો રોષે ભરાયા હતા. આજે પાસે આવેલ પાણી વિતરણ કરવાના ટાંકા પાસે ભેગા થઈને પીવાના પાણીના માટલા ફોડીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. પીવાના પાણીની માંગ કરી હતી. કૈલાશ નગરમાં અંદાજીત 4 હજાર જેટલા લોકો રહે છે. અહીં રોજિંદી પાણી જરૂરિયાત મુજબ અહીં પાણી આવતું નથી. સરકાર દ્વારા અહીં પાણીના 2 ટાંકા બનાવ્યા છે પરંતુ તેમાં પાણી આવતું નથી. 
Apr 30,2022, 22:06 PM IST

Trending news