ઘોર કળિયુગ! ગુજરાતના આ જિલ્લામાં દીકરો જલ્લાદ પાક્યો! માતાને દાતરડાના ઘા ઝીંકી વાઢી નાંખી
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચાવશાળા ગામના માજી સરપંચ કાસુભાઈ પાલવા તેમના ત્રણ ગાળાના મકાનમાં તેમની બે પત્ની અને બંને પત્નીના સંતાનો સાથે રહેતા હતા.
Trending Photos
ઉમેશ પટેલ/વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડાના એક અંતરિયાળ ગામમાં એક પુત્ર એ સાવકી માતાની હત્યા કરી હોવાની ઘટના બની છે . સાવકો પુત્ર જ માતાની હત્યા કરી અને ફરાર થઈ ગયો છે. આથી કપરાડા પોલીસે હવે આરોપી પુત્રની ધરપકડ માટે પ્રયાસો હાથ ધર્યા છે. શું હતી આખી ઘટના? અને કેમ પુત્ર બન્યો સાવકી માતાનો હત્યારો?
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચાવશાળા ગામના માજી સરપંચ કાસુભાઈ પાલવા તેમના ત્રણ ગાળાના મકાનમાં તેમની બે પત્ની અને બંને પત્નીના સંતાનો સાથે રહેતા હતા. કાસુભાઈ પાલવાની બીજી પત્ની સુકારી બેન પાલવા ની તેમના જ સાવકા પુત્ર ભગુ પાલવા એ દાતરડાના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે.
સાવકી માતાની હત્યા કરી પુત્ર ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ગામમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતા કપરાડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહ નો કબજો લઈ અને પરિવારના સભ્યો અને ગામ લોકોની પૂછપરછ કરી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે પરિવારમાં સાવકી માતાઓ અને તેમના સંતાનો સાથે જ રહેતા હતા. આથી પરિવારમાં સભ્યો વચ્ચે અનેક વખત ઉગ્ર બોલાચાલી થતી હતી. સાવકી માતાઓ અને તેમના સંતાનો વચ્ચે પણ અવારનવાર ઝઘડા થતા હતા. અને એક વખત ઝઘડાઓ ઉગ્ર પણ બનતા હતા.
જોકે પ્રથમ પત્નીના દીકરા ભગુ પાલવા અને તેની સાવકી માતા સુકારી બેન પાલવા વચ્ચે સામાન્ય વાતને ને લઈ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. જેણે ગંભીર સ્વરૂપ ધારણ કરતા આવેશમાં આવી એ તેની સાવકી માતા સુકારી બેન પાલવા પર દાતરડા વડે હુમલો કર્યો હતો. અને સાવકી માતાને ઉપરા છાપરી દાતરડા ના ઘા ઝીંક્યા હતા . આથી ઘટના સ્થળે જ સાવકી માતાનું મોત થયું હતું .હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આથી પોલીસે હવે તેને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા હતા.
વલસાડના કપરાડાના આ આદિવાસી પરિવારમાં પણ ઘરકંકાશે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું અને પુત્ર જ સાવકી માતાનો હત્યારો બનતા પરિવાર વિખેરાયો છે. આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કપરાડા પોલીસે આ મામલે હત્યારા પુત્રની ધરપકડ માટે પ્રયાસો હાથ ધર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે