Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ

Mahakumbh Fire: મહાકુંભના મેળા વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. ઘટનાસ્થળે અનેક ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. તુલસી માર્ગ પર સેક્ટર 19 રેલવે બ્રિજની નીચે વિવેકાનંદ સેવા સમિતિ વારાણસીના ટેન્ટમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અનેક ટેન્ટ બળીને ખાખ થયા છે. હાલ રાહતની વાત એ છે કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. 

Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ

Mahakumbh Fire: મહાકુંભના મેળા વિસ્તારમાં રવિવારે બપોરે ભીષણ આગ લાગી હતી. તુલસી માર્ગ પર સ્થિત સેક્ટર 19ના રેલવે બ્રિજની નીચે વિવેકાનંદ સેવા સમિતિ વારાણસીના કેમ્પમાં લાગેલી આગ થોડી જ વારમાં ખૂબ જ ગંભીર બની ગઈ હતી. આગમાં એક પછી એક 200થી વધુ ટેન્ટ બળીને ખાખ થઈ ગયા છે. તેમજ ટેન્ટમાં રાખેલો સામાન પણ બળીને રાખ થઈ ગયો છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ડઝનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ લાગ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગના કર્મચારીઓએ લોકોને ટેન્ટમાંથી બહાર કાઢીને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે.

આગની ઘટના બાદ મેળા અધિકારી વિજય કિરણ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમજ ઘણા ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. જો કે, થોડીવારમાં આગ કાબુમાં મેળવી લેવામાં આવ્યો છે. ડીઆઈજી વૈભવ કૃષ્ણાએ જણાવ્યું કે, આગમાં એક વ્યક્તિ દાઝી ગયો છે. સ્થિતિ સામાન્ય છે. ગભરાટનું વાતાવરણ ન બનાવવું જોઈએ. આગને કાબુમાં લેવામાં આવી છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી. મળતી માહિતી અનુસાર ડીએમ રવિન્દ્ર કુમારે કહ્યું કે, આગ પર કાબુ મેળવી લેવામાં આવી છે.

મહાકુંભમાં આગની ઘટનાની સીએમ યોગી આદિત્યનાથે પણ નોંધ લીધી છે. સીએમ યોગીએ આગની ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે રાહત અને બચાવ માટે સૂચનાઓ આપી છે. ગીતા પ્રેસના ટેન્ટમાં આગ લાગી હોવાનું જણાવવામાં આવ્યું છે. આગ લાગ્યા બાદ સિલિન્ડરમાં વિસ્ફોટ થયા હતા. જેના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. જિલ્લા વહીવટી તંત્રના અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. DMએ કહ્યું કે, કોઈપણ અખાડામાં આગ નથી લાગી. કોઈ જાનહાનિ થઈ નથી. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news