મિત્રની મદદથી પરિણીત યુવકે સગીરા સાથે કર્યો કાંડ! અનેક જગ્યાએ ફેરવી શરીરસુખ માણ્યું!
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીરાને ગામના જ યુવકે મિત્રતા કેળવી હતી. સગીરાનો ફોન નંબર મેળવી તેની સાથે સંપર્કમાં રહેતો હતો. જે દરમિયાન યુવકે સગીરાને બીજી પત્ની તરીકે રાખવાની લોભામણી આપીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી.
Trending Photos
ઉમેશ પટેલ/વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા કપરાડાના એક ગામમાં ચકચારી ઘટના સામે આવી પરણિત યુવકે સગીરાને બીજી પત્ની બનાવી રાખવાનું કહી સગીરા સાથે પોતાના મિત્ર ની મદદથી સેલવાસમાં જઈ દુષ્કર્મ આચાર્યું, જોકે તે બાદ સગીરાને પરણિત યુવકે છોડી દેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. કપરાડા પોલીસમાં ફરિયાદ બાદ પરિણીત યુવક અને મિત્રની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એક શ્રમિક પરિવારની 16 વર્ષીય સગીરાને ગામના જ યુવકે મિત્રતા કેળવી હતી. સગીરાનો ફોન નંબર મેળવી તેની સાથે સંપર્કમાં રહેતો હતો. જે દરમિયાન યુવકે સગીરાને બીજી પત્ની તરીકે રાખવાની લોભામણી આપીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ સગીરાને લલચાવી ફોસલાવી યુવકે તેના મિત્રની બાઇક ઉપર આવીને સગીરાનું જબરદસ્તી 15 જૂનની રાત્રે 9 કલાકે અપહરણ કરી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના એક ગામમાં એક ઝુંપડામાં લઈ ગયો હતો. જ્યાં સગીરાની મરજી વિરુદ્ધ યુવકે 2 વખત દુષ્કર્મ આચર્યું હતું.
સેલવાસથી કપરાડાના જંગલ વિસ્તારમાં લાવી ત્યાં પણ યુવકે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ સગીરાને તેના ઘર આગળ બાઈક ઉપર મૂકી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે સગીરાએ ઘરે પહોંચી પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી બાદ વિવાદ ઉભો થયો હતો કે જે યુવક એ સગીરા ને પ્રેમજાળમાં ફસાવી એ યુવક પરણિત છે અને તેને સગીરા સાથે લગ્ન કરવાની ના પડતા પરિવાર કપરાડા પોલીસ મથક દ્વાર ખટાખટાવ્યા હતા. પોલીસ એ પરિવાર અને સગીરાનું નિવેદન લઈ સગીરાનું મેડિકલ કરાવી ફરિયાદ નોંધી હતી.
કપરાડાના એક ગામમાં સગીરાને અપહરણ કરી તેની સાથે અવારનવાર દુસ્કર્મ કરી છોડી દેનાર પરણિત યુવક અને તેની મદદગારી કરનાર યુવકની કપરાડા પોલીસ એ ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ એ બંને આરોપીને જ્યુડીશલ કસ્ટડીમાં ધકેલી દીધા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે