અચાનક આવી ચઢેલા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી; 75 હજાર હેકટરમાં આ પાક પલળી ગયા!

ગુજરાતનું ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લામાં નવરાત્રી બાદ પણ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ વલસાડ જિલ્લામાં 75 હજાર હેકટરમાં ડાંગરનો પાક કરતા ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

અચાનક આવી ચઢેલા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી; 75 હજાર હેકટરમાં આ પાક પલળી ગયા!

ઉમેશ પટેલ/વલસાડ: વલસાડ જિલ્લામાં વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી નાંખી છે. જિલ્લામાં 75 હજાર હેકટરમાં ડાંગરના ઉભા પાકમાં વરસાદના કારણે નુકશાની થતા ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે.

ગુજરાતનું ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લામાં નવરાત્રી બાદ પણ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ વલસાડ જિલ્લામાં 75 હજાર હેકટરમાં ડાંગરનો પાક કરતા ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. પાછળથી પડેલા વરસાદના કારણે ડાંગરનો ઉભો પાક પડી જવા પામ્યો છે તો ડાંગરનો તૈયાર થયેલો પાક ખેડૂતો દ્વારા કાપણી કર્યા બાદ વરસાદ પડતાં ડાંગરનો પાક ખરાબ થઈ જવા પામ્યો છે. જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો ડાંગરની ખેતી કરે છે અને ડાંગરના પાક પર નભે છે ત્યારે પાછળથી પડેલા વરસાદના કારણે ખેડૂતોનો ડાંગરનો ઉભો પાક ખરાબ થઈ જવાના કારણે ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. 

વલસાડ જિલ્લામાં સૌથી વધુ ખેતી ડાંગરના પાકની થાય છે. જિલ્લામાં 75 હજાર હેકટરથી વધુમાં ડાંગરનો પાક લેવામાં આવે છે. નવરાત્રી બાદ દશેરાના દિવસથી ખેડૂતો દ્વારા ડાંગરની કાપણી શરૂ કરવામાં આવે છે. તેવામાં વલસાડ જિલ્લામાં નવરાત્રી દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભો ડાંગરનો પાક ખરાબ થઈ જવા પામ્યો છે. જેને લઈ ખેડૂતોએ ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. વલસાડ જિલ્લા પંચાયત સભ્ય ધવલ પટેલ દ્વારા ખેડૂતોને થયેલા નુકશાની સહાય મળે એ માટે રજુઆત કરી છે. તો બીજી બાજુ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

દિવાળીના હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે ડાંગરના પાક પર નભતા ખેડૂતોને નુકસાની થતા ખેડૂતોની દિવાળી હવે ખરાબ જશે ત્યારે પાયમાલ બનેલા ખેડૂતોએ સરકાર પાસે સહાયની ગુહાર લગાવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news