કોણ બનાવી રહ્યું છે ગાંધીના ગુજરાતને "ઉડતા ગુજરાત", ઔદ્યોગિક નગરીમાંથી થયો ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ

વલસાડ એસ.ઓ.જી પોલીસે લાખો રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે. આરોપી વાપી અને આસપાસના વિસ્તારમાં નશાનો કાળો કારોબાર ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. કોણ હતો આરોપી અને કેવી રીતે ચાલતું હતું નશાનું રેકેટ?

કોણ બનાવી રહ્યું છે ગાંધીના ગુજરાતને "ઉડતા ગુજરાત", ઔદ્યોગિક નગરીમાંથી થયો ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ

નિલેશ જોશી/વાપી: ગુજરાતમાં પણ હવે દારૂ બાદ એમ.ડી ડ્રગ નો વેપલો વધી રહ્યો છે. નશાના સૌદાગરો ઉડતા પંજાબની જેમ ગાંધીના ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવા જઈ રહયા છે. તેવો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાની ઔદ્યોગિક નગરી વાપીમાંથી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ થયો છે. વલસાડ એસ.ઓ.જી પોલીસે લાખો રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધો છે. આરોપી વાપી અને આસપાસના વિસ્તારમાં નશાનો કાળો કારોબાર ચલાવતા હોવાનું બહાર આવ્યું છે. કોણ હતો આરોપી અને કેવી રીતે ચાલતું હતું નશાનું રેકેટ?

ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો કાળો કારોબાર ચાલતો હોવાના પોલીસ સુધી બાતમી મળી રહી હતી. નો ડ્રગ્સ ઈન વલસાડના મિશન અંતર્ગત વલસાડ પોલીસે પણ એક અભિયાન હાથ ધર્યું છે. આથી પોલીસ ડ્રગ્સના રેકેટ સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વલસાડ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વાપીના હાઉસિંગ વિસ્તારમાં આવેલા એક ફ્લેટ પર રેડ કરી હતી. તેમાં તપાસ કરતા ફ્લેટમાંથી શંકાસ્પદ સફેદ પાવડરનો જથ્થો મળી આવ્યો હતો. તેની તપાસ કરતાં આ સફેદ પાવડર એમડી ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે શંકર વિજય સિકેત નામના એક યુવકની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો.

પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા વાપી હાઉસિંગ વિસ્તાર અને વાપીના આજુબાજુના વિસ્તારમાં ચાલતા એમડી ડ્રગ્સના નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો હતો. આરોપી શંકર વિજય સિકેત મૂળ કર્ણાટકનો છે. જે કોઈ અન્ય કામ ધંધો કરતો ન હતો. તેના માતા પિતા સાકભાજી નો ધંધો કરે છે. પોલીસે શંકરના વાપીના ન્યુ હાઉસિંગ વિસ્તારમાં આવેલા બ્લોક નંબર 71ના 1386 નંબરના ફ્લેટમાં રહેતો હતો. અહીં રહી તે એમ આજુબાજુના વિસ્તારના યુવાધનને ડ્રગ્સના રવાડે ચડાવી તેમને નશાનો શિકાર બનાવતો હતો. 

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી આ ડ્રગ્સ વાપીના તેના એક મિત્રની સાથે મુંબઈના મલાડ વિસ્તારમાંથી લાવ્યો હતો. આરોપી પાસે થી પોલીસે 5 લાખ રૂપિયા થી વધુ ની કિંમત ના એમડી ડ્રગ્સ ને ઝડપી પોલીસે ને મોટી સફળતા મળી છે .આ કેસ માં પોલીસે સફીક અંસારી નામના એક આરોપી ને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપવા પ્રયાસ હાથ ધર્યા છે.

વલસાડ એસ.ઓ.જી પોલીસે આરોપીની ધરપકડ કરી ડ્રગ્સના કાળા કારોબાર નો પર્દાફાશ કર્યો છે. જોકે હજુ સુધી પોલીસના હાથે એમડી ડ્રગ્સ સાથે શંકર વિજય સીકેત નામનો આ યુવક જ હાથ લાગ્યો છે. જોકે આ એમડી ડ્રગ્સ નો જથ્થો ક્યાંથી આવતો હતો અને કોને કોને પહોંચાડવામાં આવતો હતો?? સાથે જ આ ડ્રગ્સના કાળા કારોબારમાં અને રેકેટમાં માસ્ટર માઈન્ડ કોણ છે? તે જાણવા નશાના કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news