Tribals News

આદિવાસીઓનાં એટલા ઉપકાર છે કે, હું આજીવન તેમનું રૂણ ચુકવી નહી શકું: PM મોદી
ગુજરાતના આદિવાસી વિસ્તારોને મેક ઇન ઇન્ડિયાનું કેન્દ્ર બિંદુ બનાવવાની નેમ વડાપ્રધાન મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી દાહોદમાં વિરાટ આદિવાસી જનસમુદાયને સંબોધિત કર્યો હતો. આ ઉપરાંત રૂ. ૨૨ હજાર કરોડના વિકાસ કામોની ભેટ વડાપ્રધાન મોદીએ આપી હતી. વડાપ્રધાને આ અંગે જણાવ્યું કે, દાહોદ જેવા વિસ્તારમાં રૂ. ૨૦ હજાર કરોડના મૂડી રોકાણથી આદિવાસી વિસ્તારમાં આર્થિક વિકાસનો નવો સૂર્યોદય થશે. દાહોદમાં આધુનિક રેલ્વે એન્જીન બનવાનું શરૂ થતાં આસપાસના વિસ્તારોમાં આર્થિક ગતિવિધિમાં વધારો થવાની સાથે હજારો યુવાનોને રોજગારીની વ્યાપક તકો મળશે. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી બેલ્ટમાં શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ, કૃષિ, આવાસ, ગેસ ચૂલા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે. દેશમાં છેલ્લા અઢી વર્ષમાં ૬ કરોડથી પણ વધુ પરિવારોને નળ જોડાણ અપાયા, પાણીની મોટી સમસ્યા હલ થતાં માતાઓના આશીર્વાદ અમને મળી રહ્યા છે.
Apr 20,2022, 21:30 PM IST

Trending news