આદિજાતી કોર્પોરેશન દ્વારા આદિવાસીઓ માટે એવો શબ્દ વપરાયો, વિપક્ષે રાજનીતિ શરૂ કરી

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા જાહેરાત અપાઇ હતી આ જાહેરાતમાં એક શબ્દને પકડીને કોંગ્રેસ દ્વારા હવે વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. આદિજાતી કોર્પોરેશનની જાહેરાતમાં આદિજાતી "ઇસમો" શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, આદિવાસી સમાજનું આ હળહળતું અપમાન છે. આ ભાજપના શાસકોની માનસિકતા છતી કરે છે. આ એક સમાજનો દ્રોહ છે. ગુજરાત આદિજાતી વિકાસ કોર્પોરેશન એક સમાજ માટે "ઇસમ" જેવા અપમાનજનક શબ્દ વાપરે તે કેટલી હદે યોગ્ય.

આદિજાતી કોર્પોરેશન દ્વારા આદિવાસીઓ માટે એવો શબ્દ વપરાયો, વિપક્ષે રાજનીતિ શરૂ કરી

ગાંધીનગર : ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા જાહેરાત અપાઇ હતી આ જાહેરાતમાં એક શબ્દને પકડીને કોંગ્રેસ દ્વારા હવે વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. આદિજાતી કોર્પોરેશનની જાહેરાતમાં આદિજાતી "ઇસમો" શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું કે, આદિવાસી સમાજનું આ હળહળતું અપમાન છે. આ ભાજપના શાસકોની માનસિકતા છતી કરે છે. આ એક સમાજનો દ્રોહ છે. ગુજરાત આદિજાતી વિકાસ કોર્પોરેશન એક સમાજ માટે "ઇસમ" જેવા અપમાનજનક શબ્દ વાપરે તે કેટલી હદે યોગ્ય.

ગુજરાતની ભાજપ સરકાર આદિજાતીના નાગરિકોને સન્માન ન આપીને આદિવાસી સમાજની સંસ્કૃતી, ઓળખનો નાશ કરવાનું પુર્વાયોજીત કાવતરૂ ચલાવે છે જે ખુલ્લું પડ્યું. વનબંધુ વનવાસીના નામે આખા સમાજની ઓળખ ભુંસવાનું કાવત્રું ભાજપ લાંબા સમયથી ષડયંત્ર ચલાવી રહી છે. કોંગ્રેસે માંગ કરી કે આદિજાતી નાગરિકો માટે આવો અપમાનજનક શબ્દ વાપરનારા લોકો વિરુદ્ધ સરકાર દ્વારા તત્કાલ કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જરૂરી છે. ભાજપ સરકારે આ અંગે માફી પણ માંગવી જોઇએ. 

હાલમાં આદિવાસી સમાજના બાળકો સાથે સૌથઈ વધારે અન્યાય થઇ રહ્યો છે. આ બાળકો સૌથી વધારે કુપોષીત છે. મહિલાઓ પણ કુપોષીત છે. મધ્યાહન ભોજન હોય કે આદિવાસીઓનાં કલ્યાણ માટે આવતી કોઇ પણ યોજના ભ્રષ્ટાચારના અખાડાઓ બની ચુકી છે. આ રકમ ભાજપના મળતીયાઓ દ્વારા સગેવગે કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટ અમલમાં તો આવે છે પરંતુ જમીન પર નથી આવતી. યોજના સીધી જ મળતીયાઓનાં ખીચ્ચામાં જતી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news