જે આદિવાસીઓ ધર્મ બદલે તેમને મળતા તમામ લાભ છીનવી લો, આમ જ ચાલશે તો મુસલમાનો આપડા પર રાજ કરશે

જનજાતિ સુરક્ષા મંચની જાહેર સભામાં મનસુખ વસાવાએ કહ્યું કે, જો ધર્મપરિવર્તન બંધ ના થયું તો આવનારા સમયમાં હિન્દૂ લઘુમતીમાં આવી જશે. મુસ્લિમ કન્ટ્રી ભારત પર રાજ કરશે. ધર્મ પરિવર્તન કરનાર આદિવાસી સમાજના લોકોનું ડીલિસ્ટિંગ કરવા જોઈએની માંગ સાથે ડેડીયાપાડામાં આજે એક જાહેરસભા યોજવામાં આવી હતી. જેમાં જો ધર્મપરિવર્તન બંધ નહીં થાય તો કાયદો બનાવવો પડશે તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી. 
જે આદિવાસીઓ ધર્મ બદલે તેમને મળતા તમામ લાભ છીનવી લો, આમ જ ચાલશે તો મુસલમાનો આપડા પર રાજ કરશે

નર્મદા : જનજાતિ સુરક્ષા મંચની જાહેર સભામાં મનસુખ વસાવાએ કહ્યું કે, જો ધર્મપરિવર્તન બંધ ના થયું તો આવનારા સમયમાં હિન્દૂ લઘુમતીમાં આવી જશે. મુસ્લિમ કન્ટ્રી ભારત પર રાજ કરશે. ધર્મ પરિવર્તન કરનાર આદિવાસી સમાજના લોકોનું ડીલિસ્ટિંગ કરવા જોઈએની માંગ સાથે ડેડીયાપાડામાં આજે એક જાહેરસભા યોજવામાં આવી હતી. જેમાં જો ધર્મપરિવર્તન બંધ નહીં થાય તો કાયદો બનાવવો પડશે તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી. 

ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે જનજાતિ સુરક્ષા મંચની જાહેરસભા યોજવામાં આવી હતી. જાનકી આશ્રમ ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા. જનજાતિ સમાજની એક જ માંગ કે આદિવાસી સમાજના લોકો ધર્મ પરિવર્તન કરે તો તે લોકોને ડીલિસ્ટિંગ કરવા જોઈએ. ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી અને મુસ્લિમ બની જનાર આદિવાસીઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કાઢી મુકવા જોઈએ. આવનારા સમયમાં જો ધર્મપરિવર્તન ચાલુ રહ્યો તો હિન્દૂ લઘુમતીમાં મુકાઈ જશે. મુસ્લિમ કન્ટ્રીના લોકો ભારત દેશ પર રાજ કરશે. આ જાહેર સભામાં મનસુખ વસાવાએ ચિમકી ઉચ્ચારતા કહ્યું કે, આપણે સજાગ થવું પડશે, નહિ તો મુઘલ સામ્રાજ્ય થઈ જશે.

ભારત દેશ આમારા જેવા વિચારધારાના લોકો બેસી નથી રહેવાના. જો ધર્મ પરિવર્તન ચાલુ રહેશે તો પછી કાયદો બનાવીશું. જે લોકોએ ધર્મપરિવર્તન કર્યું છે તેવા આદીવાસી સમાજના લોકોના આદિવાસી  તરીકેના લાભો બંધ કરી દેવા પડશે. ધર્મના રક્ષણ માટે જો બલિદાન આપવાનું હશે તો મનસુખ વસાવા પહેલું બલિદાન આપીશ એમ કહ્યું હું પયગંબરને સલામ કરું છું ઈશુંને સલામ કરું છું. ઈશું ભગવાનની ટીકા નથી કરતા પયગંબર પર ટીકા કેમ નથી કરતા આપણા ધર્મની જ ટીકા કેમ કરે છે. કેટલાક લોકો વિદેશી વિચારધારા ના કારણે સોસીયલ મીડિયામાં લખે છે.઼

હિન્દૂ ધર્મ માટે જે લોકો લખે છે તે લોકો ખ્રિસ્તી કે મુસ્લિમ ધર્મ વિશે કેમ લખતા નથી. મનસુખ વસાવાએ પોતાના ભાષણમાં કહ્યું કે, અમારા દેવી દેવતા પર ટીકા કરવાનો તમને કોઈ હક્ક નથી. અમે અમારા ધર્મ માટે જાન પણ આપી દઈશું. મિત્ર બદલી શકાય ઘરવાળી બદાય બધું બદલાઈ પણ ધર્મના બદલી શકાય મુસ્લિમ અને ખ્રિસ્તી એ વિદેશી ધર્મ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news