પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ બાદ હવે આદિવાસીઓએ ભારતમાલા હાઇવે પ્રોજેક્ટનો વિરોધ

 પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટનો વિરોધ હજી શમ્યો નથીને હવે ભારતમાલા પ્રોજેકટના વિરોધે આદિવાસી પંથકમાં જોર પકડ્યું છે. મુંબઈ-દિલ્હી કોરિડોર જે ભારતમાલા અંતર્ગત બનવાની શરૂઆત કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં આજે આદિવાસીઓએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું.
પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ બાદ હવે આદિવાસીઓએ ભારતમાલા હાઇવે પ્રોજેક્ટનો વિરોધ

વડોદરા : પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટનો વિરોધ હજી શમ્યો નથીને હવે ભારતમાલા પ્રોજેકટના વિરોધે આદિવાસી પંથકમાં જોર પકડ્યું છે. મુંબઈ-દિલ્હી કોરિડોર જે ભારતમાલા અંતર્ગત બનવાની શરૂઆત કરવામાં આવી રહી છે. જેના વિરોધમાં આજે આદિવાસીઓએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું.

વિકસતા ભારત સાથે વાહન વહેવારમાં પણ સરળતા રહે તે માટે ભારતમાલા મુંબઈ દિલ્હી કોરિડોરનો સર્વે હાથ ધરાયો છે. જેનો વિરોધ પ્રોજેકટમાં પ્રભાવિત થનારા ગરીબ આદિવાસી સમાજ કરી રહ્યો છે. વગર નોટિસ કે જાણકારી વગર આદિવાસીની જમીનની માપણી શરૂ કરતાં આદિવાસી સમાજએ ભારતમાલાનો વિરોધ કરી મોટી સંખ્યામાં આદિવાસીઓએ રેલી કાઢી હતી. જેના મુખ્ય આગેવાન તરીકે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ આદિવાસીની વાહરે આવીને સમર્થન કર્યું છે.

જળ, જંગલ અને જમીનના રક્ષક ગણાતા આદીવાસીઓની જમીન વિકાસના નામે એમના હાથોમાંથી નીકળવાના ભયના કારણે અને આદિવાસી સમાજનુ વિસ્થાપિત થવાના એંધાણને લઈને આદિવાસી સમાજ એક થઈને કેદ્ર સરકારના ભારતમાલા પ્રોજેકટ રદ્દ થાય તે માટે આંદોલનનુ હથિયાર ઉગામયુ છે. ગરીબ આદિવાસી નાની નાની જમીન થકી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને અચાનક ભારતમાલાનો વિકાસ આદિવાસી સમાજ પર પડતા મુશ્કેલીમાં મુક્યા છે. જેને લઈને વાંસદા ગામમાં આદિવાસીઓ ભેગા મળીને સરકાર સામે આવી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news