આદિવાસીઓ વિષે અપમાનજનક ટિપ્પણી કરનાર SoU ના અધિકારી સસ્પેન્ડ
Trending Photos
વડોદરા : આદિવાસી સમાજ વિષે અભદ્ર ટિપ્પણી કરવાના મુદ્દે કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોઇન્ટ CEO અને નાયબ કલેક્ટર નિલેશ દુબેને રાજ્ય સરકાર દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરનારા અધિકારી સસ્પેન્ડ થતા આદિવાસી સમાજે આંદોલન સમેટી લીધું છે. માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ નિલેશ દુબે સામે કાર્યવાહી કરતા મુખ્યમંત્રીએ પત્ર લખ્યો હતો. આ ઉપરાંત સાંસદ મનસુખ વસાવાએ પણ ખુબ જ ઉચ્ચ સ્તરે રજુઆત કરવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર નિલેશ દુબેએ CISF ના અધિકારીઓ સાથે વાતો કરીને આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલતા હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. જેના પગલે સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેવડિયા બચાવો આંદોલન સમિતી દ્વારા તથા વિવિધ રાજકીય પક્ષો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. નિલેશ દુબેના વિરોધમાં આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. નિલેશ દુબે હાય હાયના નારાઓ લગાવ્યા હતા.
જો કે આ અંગે નિલેશ દુબેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, મારા નામના ઉલ્લેખ સાથેનો એક ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. જે અર્ધસત્ય છે. વાસ્તવમાં SoU કેમ્પસમાં એક કર્મચારી CISF ના મહિલા કર્મચારી સાથે વિવાદ થયો હતો. તે કર્મચારીએ મને ફોન કરી ફરિયાદ કરી હતી. તે જ દરમિયાન SoU મારા હાથ નીચેના કર્મચારીને બચાવવા માટે મે અમુક શબ્દો કહ્યા હતા. જો કે તેને એડિટ કરીને તેનો કેટલોક ચોક્કસ એડિટ કરીને અમેક જ ભાગ વાયરલ કર્યો હતો. સમગ્ર ઓડિયો બહાર આવે તો સત્ય બહાર આવી શકે છે. જો કે તેમ છતા પણ કોઇની લાગણી દુભાઇ હોય તો તે બદલ હું દિલગીર છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે