Smart city News

સ્માર્ટસિટી તો બની ગયું પરંતુ નાગરિકોને પીવાના શુદ્ધ પાણીના પણ ફાંફા
શહેરને સ્માર્ટ સીટી બનાવવાની વાતો વચ્ચે આજે પણ શહેરના કેટલાક વિસ્તારના નાગરિકો પીવાના શુદ્ધ પાણીથી વંચિત છે.ત્યારે આજે વોર્ડ 1 માં સમાવિષ્ટ કેટલીક સોસાયટીના લોકોએ વોર્ડ ઓફીસ બહાર જ માટલા ફોડી પોતાનો રોષ વ્યકત કર્યો હતો. સ્માર્ટ સિટીની હરોળમાં આગળ આવવાની લ્હાયમાં પાલિકા દ્વારા સ્થાનિક લોકોને પ્રાથમિક સુવિધા પુરી ન પાડી લોકોની સમસ્યાની સતત અવગણના કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે લોકો રોષે ભરાયા છે. શહેરના વોર્ડ નંબર એકમાં સમાવિષ્ટ નવાયાર્ડ વિસ્તારમાં આવેલી નિર્મલા સોસાયટી, ફૂલવાડી, મોમીન પાર્ક હાજી પાર્કમાં ૨૦ દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનું નિર્માણ થયું છે. અનેક રજુઆત બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે લોકો એ વોર્ડ1 કચેરી બહાર માટલા ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
Nov 30,2021, 22:54 PM IST

Trending news