હવે આણંદમાં ચાલ્યું બુલડોઝર, તંત્રએ બોલાવ્યો સપાટો, 50થી વધુ દબાણો કરાયા દૂર

દેવભૂમિ દ્વારકા જિલ્લા બાદ હવે આણંદમાં તંત્રએ બુલડોઝર કાર્યવાહી કરી છે. આણંદના વલ્લભવિદ્યાનગરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

 હવે આણંદમાં ચાલ્યું બુલડોઝર, તંત્રએ બોલાવ્યો સપાટો, 50થી વધુ દબાણો કરાયા દૂર

બુરહાન પઠાણ, આણંદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર મજબૂતાઈથી ફરી રહ્યું છે. ગેરકાયદે દબાણો કરનારા લોકો સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે...ગેરકાયદે મકાન, દુકાનો અને ધાર્મિક દબાણો દૂર કરવાની સાથે હવે રહેણાંક વિસ્તારમાં પણ સપાટો બોલાવવામાં આવ્યો...આણંદમાં 50થી વધુ દબાણો દૂર કરીને તંત્રએ રોડ ખુલ્લો કરાવ્યો...ત્યારે જુઓ આ અહેવાલમાં

આણંદના વલ્લભવિદ્યાનગરના મહાદેવ વાડા વિસ્તારમાં ઘણા સમયથી ગેરકાયદે દબાણો ખડકાયેલા હતા. આ તમામ દબાણોને કારણે રોડ સાવ સાંકડો થઈ ગયો હતો અને ટ્રાફિક જામના ઘણીવાર દ્રશ્યો જોવા મળતાં હતા. અનેક વખતની રજૂઆતો બાદ આખરે તંત્રનું બુલડોઝર પહોંચી ગયું. કાયદેસરની જગ્યાએ સિવાય ખોટી રીતે બહાર કાઢવામાં આવેલા બાંધકામ અને કાચા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે.

આણંદ મહાનગરપાલિકા બનતાં જ હવે શહેરમાં સારી સુખ સુવિધા માટે કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. આણંદ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા સૌથી પહેલા તો તમામ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી...ત્યારપછી કોઈએ સ્વૈચ્છાએ કાર્યવાહી ન કરી તો તંત્રએ જાતે જ દબાણો દૂર કર્યા. ગેરકાયદે બાંધકામો તોડવા માટે ત્રણ JCB મશીન, ટ્રેક્ટર, શ્રમિક સહિતનો સ્ટાફ  જોડાયો હતો.

તો આ કાર્યવાહી દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો હતો. સદનશીબે કોઈ પણ પણ માથાકુટ વગર શાંતિથી આ દબાણની કાર્યવાહી પૂર્ણ થઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news