દેવભૂમિ દ્વારકાના 7 ટાપુઓ પર ગેરકાયદેસર ઊભા કરાયેલા 36 દબાણો દૂર કરાયા, ફરી વળ્યું બુલડોઝર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. હવે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના સાત ટાપુઓ પર બુલડોઝર ફરી મળ્યું છે. જ્યાં દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા છે.
Trending Photos
જયદિપ લાખાણી, દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે. ફોરેસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદે સ્ટ્રકચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ અગત્યનો જિલ્લો છે. અમારા જિલ્લામાં 235 કિલોમીટર નો દરિયા કિનારો આવે છે. આ જિલ્લાના દરિયા કિનારામાં 23 જેટલા ટાપુઓ છે.
જે પૈકી 21 નિર્જન છે. અહીંયા કાયદેસર પ્રતિબંધ વર્જિત છે. તેમ છતાં 21 પૈકી 7 ટાપુઓ પર ઘણા નાના મોટા ધાર્મિક અને કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું હતું. એ જયારે પોલીસ અને ફોરેસ્ટ વિભાગના ધ્યાન ઉપર આવ્યું તો છેલ્લા અમુક દિવસોથી અહીંયા એક ડિમોલેશનની કામગીરી પણ ચાલુ હતી.
જેના આધારે 7 ટાપુઓ જેના ઉપર બાંધકામ હતા એ સંપૂર્ણ રીતે ધરાશાયી કરવામાં આવ્યા છે. એ જે 7 ટાપુ છે એનું નામ છે ખારા મીઠા ચુષ્ણા, આશાબા, ધોરિયો, દબદબો, સમિયાની અને ભેદર ટાપુ અહી કુલ 36 ધાર્મિક અને કોમર્શિયલ બાંધકામને દુર કરવામાં આવેલ છે.
તમને જણાવી દઈએ કે આ ટાપુ દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ અગત્યના છે. અહીંયા પેલા જ્યારે દાણચોરી હતી ડ્રગ્સ અને આર્મસની દાણચોરી હતી ત્યારે અમારા ટાપુઓ પર ડોક્યુમેન્ટ કેસ છે કે અહીંયા ડ્રગ્સ લેન્ડિંગ પણ થઈ ગઈ છે. જે આઇલેન્ડ છે ખૂબ જ અગત્યનો છે એટલા માટે ડ્રાઇવ હતી એ ખૂબ જ અગત્યની હતી.
દબાણ અંગે વાત કરતા દેવભૂમિ દ્વારકાના એસપી નીતેશ પાંડેએ જણાવ્યું કે, એ દબાણ કાઢીને જિલ્લામાં કોઈ પણ ભવિષ્યમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવશે એના પર 0 ટોલેરન્સ પોલિસી છે અને ટાપુઓ પર જેને બાંધકામ કરાવ્યું છે એના વિરૂદ્ધ પણ તપાસ હાથ ધરવામાં આવી છે. જેના જેના પણ નામ આવશે એના વિરૂદ્ધ આઇ.પી.સી અને લેન્ડ ગેરેબિંગ અલગ અલગ સેક્શન હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.
એસપીએ વધુમાં માહિતી આપતા કહ્યું- અમુક દબાણ છેલ્લા 3/4 વર્ષ થી હતા. અને મોટા બાંધકામ હતા એ છેલ્લા 8/10 વર્ષ થી કરવામાં આવ્યા હતા.અને જે દબાણો હતા તેને સંપૂર્ણ રીતે કાઢવામાં આવ્યા છે.ટાપુ પર ફોરેસ્ટ અને પોલીસ બંને ટીમ દ્વારા આ દબાણ ને દૂર કરવામાં આવ્યા.ભવિષ્યમાં દબાણ ના થઈ માટે અમારી ટીમ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ રાખશું અને ટાપુ ની વિઝીટ રાખશું અને સાથે સાથે કોસ્ટગાર્ડ,ફોરેસ્ટ એ પણ સયુંકત રીતે પેટ્રોલિંગ ની કામગીરી કરશે. અતિયારે ગુના દાખલ કરવામાં આવ્યો નથી. પણ એના માટે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે