અંધેર નગરી ગંડુ રાજા! ગુજરાતના આ સ્માર્ટ સિટીમાં બત્તી ગુલ થાય તો છવાઈ જાય છે અંધારપટ
Ahmedabad News : નાગરિકો દ્વારા ઓનલાઇન ફરિયાદ કર્યાના કલાકો બાદ ફરિયાદનો ઉકેલ આવી ગયેલ છે તે બાબતનો મેસેજ મોકલી દેવામાં આવે છે, પરંતુ સમસ્યાઓ ઠેરની ઠેર જ રહે છે
Trending Photos
Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સૌથી નબળો ડિપાર્ટમેન્ટ એટલે લાઈટ ડિપાર્ટમેન્ટ. સ્ટ્રીટ લાઈટના અધિકારીઓ દ્વારા રાત્રે શહેરમાં કોઈપણ પ્રકારનો રાઉન્ડ લેવામાં આવતો નથી. સત્તાધારી ભાજપ દ્વારા અમદાવાદ શહેરમાં "અંધેરી નગરી અને ગંડુ રાજા" જેવો વહીવટ કરવાને કારણે પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગઈ છે. છેલ્લા બે વર્ષમાં સ્ટ્રીટ લાઇટ પોલની ૧.૮૮ લાખ ફરિયાદો અમદાવાદના નાગરિકો દ્વારા કરવામાં આવી છે. છતાં કોઈ ઉકેલ આવતો નથી.
અમદાવાદ શહેરના નગરજનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે તેના બદલામાં તેઓ પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં આવે છે. જેથી નગરજનોને પ્રાથમિક સુવિધા સુચારૂ રૂપે પૂરી પાડવી તે તંત્ર તથા સત્તાધિશોની ફરજ બની જાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સત્તાધારી ભાજપના દ્વારા "અંધેરી નગરી અને ગુંડા રાજા" જેવો વહીવટ કરીને પ્રજાને પ્રાથમિક સુવિધાઓ બાબતે ફરિયાદો કરવી પડે તેનો લાંબા સમય સુધી નિકાલ ન આવતા નથી.
હાલમાં અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ લાઈટના ૨ લાખ પોલ, હાઈમાસ્ટ લાઈટના ૨૪૬ પોલ તથા બી.આર.ટી.એસ. કોરિડોરમાં 5000 એલઈડી સ્ટ્રીટ લાઈટના પોલ મળી કુલ ૨,૦૭,૦૦૦ જેટલા વિવિધ સ્ટ્રીટ લાઈટના પોલ છે. જેમાં રોજના અંદાજે ૩૦૦૦ થી ૪૦૦૦ પોલ બંધ હાલતમાં હોય છે. તે બાબતે પ્રજાજનો દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ માં ૯૨૫૩૯ સને ૨૦૨૩-૨૪ માં ૯૫૫૮૮ મળી કુલ ૧,૮૮,૧૨૭ જેટલી સ્ટ્રીટ લાઈટ અંગેની ફરિયાદો મળી છે. જે અંદાજે રોજની ૪૦૦ જેટલી ફરિયાદો પ્રજાજનો દ્વારા કરવામાં આવે છે. નાગરિકો દ્વારા ઓનલાઇન ફરિયાદ કર્યાના કલાકો બાદ ફરિયાદનો ઉકેલ આવી ગયેલ છે તે બાબતનો મેસેજ મોકલી દેવામાં આવે છે, પરંતુ સમસ્યાઓ ઠેરની ઠેર જ રહે છે.
સ્ટ્રીટ લાઈટના પોલનું સમયાંતરે નિયમિત સુપરવિઝન તથા સ્ટ્રીટ લાઈટ બંધ હોવા બાબતની ફરિયાદોનો તાકીદે નિકાલ નહીં કરાતા મ્યુનિસિપલ કોર્પોરેશન નું લાઈટ ડિપાર્ટમેન્ટ અંધેર રાજ ચાલે છે. તંત્રના અધિકારીઓ દ્વારા નિયમિત મોનિટરિંગ પણ કરવામાં નથી આવતું. થોડા સમય પહેલા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તંત્રના અધિકારીઓને નિયમિત રાત્રે રાઉન્ડ લઈને સ્ટ્રીટ લાઈટ બંધ હોવા બાબતે તપાસ કરી તેનો ઉકેલ લાવવા આદેશ આવ્યો હતો. પરંતુ "શેઠની શિખામણ ઝાંપા સુધી" જેવી માન્યતા ધરાવતું તંત્ર આંખ આડા કાન કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે