ધોરણ 12માં અભ્યાસ કરતી છાત્રા સાથે દુષ્કર્મ, સ્કૂલવાનના ડ્રાઈવરે બનાવી હવસનો શિકાર

રાજકોટમાં ધોરણ 12મા અભ્યાસ કરતી એક છાત્રાનો મોબાઈલ પરિવારજનોએ ચેક કર્યો તો ચોંકાવનારી વાત સામે આવી હતી. દીકરી એક વિધર્મીની પ્રેમજાળમાં ફસાઈ ગઈ હતી અને તે યુવકે તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું.

ધોરણ 12માં અભ્યાસ કરતી છાત્રા સાથે દુષ્કર્મ, સ્કૂલવાનના ડ્રાઈવરે બનાવી હવસનો શિકાર

ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે..અહીં ધો.12માં અભ્યાસ કરતી સગીરાને સ્કૂલવાન ચાલક વિધર્મીએ પ્રેમજાળમાં ફસાવી અનેકવાર દુષ્કર્મ આચર્યુ છે. હાલતો આ વિધર્મીને પકડી પોલીસ દ્વારા તેના વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે કઈ રીતે સ્કુલવાનના ડ્રાઈવરે સગીરાની સાથે દૂષ્કર્મ આચરી તેનો ફાયદો ઉઠાવવાની કરી કોશિષ જોઈએ આ રિપોર્ટમાં.

પરિજનોએ છાત્રાનો મોબાઈલ તપાસતા ફૂટ્યો ભાંડો
રાજકોટમાં ધોરણ 12માં અભ્યાસ કરતી છાત્રા સાથે દુષ્કર્મની ઘટના બની છે..અને આ દૂષ્કર્મ આચર્યું છે સગીરાના પ્રેમીએ જ ..અને આ કથિત પ્રેમી છે સગીરાનો સ્કુલવાન ચાલક...અને તે પણ વિધર્મી. જેણે સગીરાના ભોળપણનો ફાયદો ઉઠાવી પહેલાતો તેને પ્રેમજાળમાં ફસાવી અને પછી વારંવાર અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યા..આ અંગેની જાણ પરિવારજનોને સગીરાના મોબાઈલ થકી થઈ..પરિવારજનોએ સગીરાનો મોબાઈલ ચકાસતા તેના આ વિધર્મી પ્રેમીનો ભાંડો ફુટ્યો...આ અંગે પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા આ વિધર્મી સ્કુલવાન ચાલકની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાઈ છે.

ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો સગીરા ધો.12માં અભ્યાસ કરતી હતી જે સ્કુલવાનમાં બેસી શાળાએ જતી..તે ડ્રાઈવર કાલાવડ રોડ પ્રેમમંદીર પાછળ આવેલા કવાર્ટરમાં રહેતો અને સ્કુલવાન ચલાવતો.. આ સગીરા સેફ ઈલીયાઝ નામના વિધર્મી શખસની વાનમાં સ્કુલે જતી હતી. વિધર્મી સ્કૂલ વાન ચાલકે છાત્રા સાથે પહેલા મિત્રતા કરી હતી અને બાદમાં બન્ને ઈન્સ્ટાગ્રામમાં ચેટ કરતા. બન્ને વચ્ચે ગાઢ સંબંધ થતા વિધર્મી શખસે તેનો લાભ ઉઠાવી છાત્રાને વિવિધ સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ. હાલ પોલીસે આરોપી સેફ ઇલીયાસની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

સગીરા તેના ફોનમાં વિધર્મી શખ્સ સાથે ચેટ કરતી હતી ત્યારે પરિવારને શંકા ઉપજતા છાત્રાનો ફોન લઈ તપાસતા સમગ્ર ઘટનાનો ભાંડો ફુટયો.. આ અંગે છાત્રાને પરિવારજનોએ પૂછતા તેણી સત્ય હકકીત પરિવારજનોને વર્ણાવી હતી.  પોલીસે વિધર્મી શખસ સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યાવાહી હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news