Cabinet Meeting: મોદી સરકારનો મોટો નિર્ણય; 10 લાખ લોકોને મળશે નોકરી, આ વિગતો ખાસ જાણો
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જાણકારી આપતા કહ્યું કે કેબિનેટે આજે નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના પર 28,602 કરોડ રૂપિયા રોકાણ કરશે.
Trending Photos
કેન્દ્રીય કેબિનેટે આજે દેશભરમાં 12 ઔદ્યોગિક સ્માર્ટ સિટી સ્થાપિત કરવાની મંજૂરી આપી દીધી છે. જેનાથી લગભગ 10 લાખ લોકોને રોજગાર મળશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જાણકારી આપતા કહ્યું કે, કેબિનેટે આજે નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના પર 28,602 કરોડ રૂપિયા રોકાણ કરશે.
વૈષ્ણવે જણાવ્યું કે, 10 રાજ્યોમાં ફેલાયેલા છ પ્રમુખ આર્થિક કોરિડોર ભારતની વિનિર્માણ ક્ષમતાઓ અને આર્થિક વિકાસને વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ઔદ્યોગિક ક્ષેત્ર ઉત્તરાખંડના ખુરપિયા, પંજાબના રાજપુરા-પટિયાલા, મહારાષ્ટ્રના દિધી, કેરળના પલક્કડ, ઉત્તર પ્રદેશના આગરા અને પ્રયાગરાજ, બિહારના ગયા, તેલંગણાના ઝહીરાબાદ, આંધ્ર પ્રદેશના ઓરવાકલ અને કોપ્પર્થી તથા રાજસ્થાનના જોધપુર-પાલીમાં સ્થિત હશે.
વૈષ્ણવે એમ પણ કહ્યું કે, પ્રસ્તાવિત 12 સ્માર્ટ ઓદ્યોગિક શહેરોમાં લગભગ 1.52 લાખ કરોડ રૂપિયાની રોકાણ સંભાવનાઓ પેદા થશે. આ પગલું દેશના આદ્યોગિક પરિદ્રશ્યને બદલી નાખશે અને ઔદ્યોગિક નોડ્સ તથા શહરોનું એક મજબૂત નેટવર્ક તૈયાર કરશે જે આર્થિક વિકાસ અને વૈશ્વિક પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપશે.
#WATCH | After the cabinet meeting, Union Minister Ashwini Vaishnaw says, "...About 10 lakh direct jobs and 30 lakh indirect employment potential will be created through this...There will be a lot of focus on plugin play and walk-to-work concepts. Today, manufacturing activities… pic.twitter.com/Ry5Gh6HyIM
— ANI (@ANI) August 28, 2024
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઔદ્યોગિક ક્ષેત્રોને વૈશ્વિક માપદંડોના ગ્રીનફીલ્ડ સ્માર્ટ શહેરો તરીકે વિક્સિત કરાશે. આ દ્રષ્ટિકોણ સુનિશ્ચિત કરે છે કે તે ઓદ્યોગિક સ્માર્ટ શહેર સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લેસ હોય જે કુશળતાપૂર્વક ઔદ્યોગિક સંચાલનનું સમર્થન કરી શકે. તેમણે કહ્યું કે, નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામથી રોજગારની મહત્વપૂર્ણ તકો પેદા થવાની આશા છે અને અંદાજે 10 લાખ પ્રત્યક્ષ નોકરીઓ અને 30 લાખ સુધીની પરોક્ષ નોકરીઓ પેદા થશે. આ પ્રોજેક્ટ્સથી લગભગ 1.52 લાખ કરોડ રૂપિયાની રોકાણ ક્ષમતા પેદા થશે.
તેમણે એ પણ જણાવ્યું કે, કેબિનેટે પૂર્વોત્તર રાજ્યોના હાઈડ્રો પાવરના વિકાસ માટે 4136 કરોડ રૂપિયાના ઈક્વિટી સમર્થનની પણ મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય રેલવેના ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને પણ મંત્રીમંડળની મંજૂરી મળી છે. કેબિનેટે દેશભરના 234 શહેરોમાં ખાનગી એફ એમ રેડિયોની 734 ચેનલોની હરાજીની પણ મંજૂરી આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે