Paresh goswami News

ખતરનાક આગાહી! બંગાળની ખાડીમાં બે વાવાઝોડા એક્ટિવ થયા, કયું ભારત તરફ આવી રહ્યું છે?
Cyclone Alert : ગુજરાતમા હાડ થીજવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાનું લઘુત્તમ તાપમાન 9 થી 15 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. 6 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠુંડુગાર શહેર બન્યું છે. દેશમાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ વાવાઝોડું પણ વારંવાર દસ્તક આપી રહ્યું છે. તેની અસર મેદાની અને પહાડી વિસ્તારોમાં જોવા મળશે. જ્યારે દક્ષિણના રાજ્યોમાં ભારે વાદળો છવાશે, જ્યારે ઉત્તરના રાજ્યોમાં ધુમ્મસની સાથે ઠંડીનું મોજું રહેશે અને શિયાળાની તીવ્રતા પણ વધશે. આ વખતે એક નહીં પરંતુ બે ચક્રવાતી તોફાન સક્રિય થયા છે. જાણો કયું વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે? 
Dec 15,2024, 8:50 AM IST
આવી રહ્યું છે તોફાન, આજથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, ડિસેમ્બરની આગાહી
Dec 14,2024, 9:04 AM IST
ડિસેમ્બરની આ તારીખે આવશે મોટું સંકટ, વાવાઝોડું અને કાતિલ ઠંડી એકસાથે ત્રાટકશે
Ambalal Patel Rainfall Prediction : પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હિમાલય તરફથી આવતા બર્ફીલા પવનની અસર હવે બરાબરની વર્તાઈ રહી છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી વધુ પડવાની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે, 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, કચ્છના નલિયામાં 10 ડિગ્રી તો ડીસામાં નોંધાયું 12.4 ડિગ્રી તાપમાન, દાહોદમાં 12.3 ડિગ્રી, અમદાવાદમાં 13 અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે બતાવે છે કે ગુજરાતમાં હવે ઠંડીનું જોર વધ્યું છે.   
Dec 9,2024, 8:53 AM IST

Trending news