ગુજરાત પર આવ્યું મોટું સંકટ, ઠંડી ઘટી ગઈ તો વરસાદની આગાહી આવી, આ જિલ્લાવાળા સાચવજો

IMD Weather Alert : ગુજરાતના અનેક શહેરોમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ છે, અને વાદળછાયું વાતાવરણ છવાયું છે. ગુજરાતના હવામાનમાં ફરી એક વખત વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે. વાદળછાયું વાતાવરણ રહેવાથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે હવે પછીની શું આગાહી છે તે જોઈ લો.  

હવામાન વિભાગની આગાહી

1/4
image

હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થયા વરસાદની આગાહી કરી છે. જેને પગલે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં તાપમાન ઊંચકાયું છે. જેથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી વધ્યું છે. નવા સર્જાયેલા વાતાવરણના યોગ વિશે તેમણે કહ્યું કે, રાજ્યમાં પવનની ગતિ 10/15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની રહેશે. અમદાવાદમાં આજે 16.6 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન રહ્યું. નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આજે 16 ડિગ્રી તાપમાન સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.  

સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું

2/4
image

તાજું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયું છે, જે પૂર્વીય પવનો સાથે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે. પશ્ચિમી પવન મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં ચાટ બનાવે છે. જેના કારણે ઉત્તર-પૂર્વ આસામમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. વિષુવ વૃત્તીય હિંદ મહાસાગર, બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં અને નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં પણ ચક્રવાતનું પરિભ્રમણ રચાયું છે. ઉત્તર તમિલનાડુ અને તેની આસપાસ અન્ય ચક્રવાતનું પરિભ્રમણ પણ રચાયું છે. તાજા હવામાનની અસરને કારણે આસામમાં 12 જાન્યુઆરી સુધી છૂટાછવાયા કરા પડી શકે છે. પશ્ચિમ ભારતમાં હળવા, મધ્યમથી ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. 

દેશમાં ક્યાં ક્યાં છે વરસાદની આગાહી 

3/4
image

હવામાન વિભાગે આગાહી કરી છે કે, નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, ઉત્તર ભારતના હવામાન પર 10-12 જાન્યુઆરી સુધી અસર થશે. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 જાન્યુઆરી સુધી દેશના 10 રાજ્યોમાં હળવા, મધ્યમ અને ભારે વરસાદનું એલર્ટ રહેશે. 20 રાજ્યોમાં કેટલીક જગ્યાએ ધુમ્મસ અને કેટલીક જગ્યાએ શીત લહેર રહેશે. પહાડી રાજ્યોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.   

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી

4/4
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યં કે, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયલ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. દિવસે પંખા ચાલુ રાખવાની પણ સ્થિતિ આવી શકે છે. રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.