આજથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ

IMD Weather Alert : અમેરિકાના ઘણા રાજ્યોમાં ઈમરજન્સી જાહેર કરી દેવાઈ છે. છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ હિમવર્ષા થઈ છે. પરિસ્થિતિ જોખમી હોવાને કારણે અમેરિકાના ઘણા રાજ્યોમાં હિમવર્ષાને કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ, ભારતમાં પણ વાતાવરણમાં મોટો પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગે આ અંગે નવી આગાહી કરી છે.  
 

નવી આગાહીમાં સાચવજો 

1/3
image

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ઠંડીમાં સામાન્ય વધઘટ આજથી ઠંડી વધશે. સવારથી પવનો ફૂંકાયા શરૂ થયા છે. આજે સવારે રાજ્યમાં સૌથી ઓછું કચ્છના નલિયામાં ૯ ડિગ્રી તાપમાન નોંધાયું છેય ગાંધીનગરમાં ૧૩ ડીગ્રી, અમદાવાદમાં ૧૪ ડિગ્રી અને અન્ય શહેરોમાં ૧૩ થી ૧૫ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન આજે સવારે નોંધાયું છે. હવામાન ખાતાના નિર્દેશ મુજબ એક દિવસ પછી ઠંડીમાં વધારો થશે. જોકે આજે વહેલી સવારથી જ ઠંડા પવનો ફુકાવા શરૂ થઈ ગયા છે.

ક્યાં ક્યાં કડકડતી ઠંડી જોવા મળશે 

2/3
image

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીમાં આંશિક વધારો થઇ શકે છે. આગામી કેટલાક દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આણંદ, અરવલ્લી, દાહોદ, ડાંગ, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. વડોદરા, નર્મદા, ડાંગ, છોટાઉદેપુર, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત તાપી, નર્મદા, બોટાદ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.  

અંબાલાલ પટેલની આગાહી

3/3
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત 12થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે. આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.