Jantacurfew 1 News

કોરેન્ટાઈન દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવાયા, કરફ્યૂનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી શર
રાત્રે 9 વાગ્યના ટકોરે દેશભરમાં જનતા કરફ્યૂ (Janta Curfew) પૂરુ થયું હતું. પરંતુ 31 માર્ચ સુધી ગુજરાતના 6 શહેરો લોકડાઉન જાહેર કરાયા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છ 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે. ત્યારે સરકાર દ્વારા કોરોના વાયરસ (Corona virus) ના સંક્રમણથી બચવા માટે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેથી વાયરસનો ચેપ અન્ય લોકોને ન લાગે. ત્યારે હાલ રાજ્યભરમાં કોરેન્ટાઈનમાં રહેલા દર્દીઓનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. આ દર્દીઓના ઘરની બહાર સ્ટીકર લગાવવામાં આવી રહ્યાં છે. જેથી અન્ય નાગરિકો આ ઘરને ઓળખી શકે. કોરોના વાઈરસને પગલે દરેક શહેરની મહાનગરપાલિકાનું આરોગ્ય સતર્ક થયું છે. 
Mar 22,2020, 22:29 PM IST
દેશ આખો લોકડાઉન તરફ, 12 રાજ્યોના 236 શહેરો સંપૂર્ણપણે બંધ
ભારતમાં કોરોના વાયરસ (Corona Virus)થી પીડિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 349 પર પહોંચી ગઈ છે. જ્યારે કે, તેનાથી મરનારાઓનો આંકડો 7 પર પહોંચ્યો છે. કોરોના વાયરસથી લડવા માટે સામાન્ય જનતા માટે જનતા કરફ્યૂ (Janta Curfew) લગાવવામાં આવ્યો હતો. આ કરફ્યૂ આજે રાત્રે 9 વાગ્યા સુધી લગાવવામાં આવ્યો હતો, પરંતુ કોરોના વાયરસના દર્દીઓની સતત વધી રહેલી સંખ્યાને જોતે કેટલાક શહેરોમાં આવતીકાલે સવાર સુધી પણ જનતા કરફ્યૂ વધારી દેવામાં આવ્યો છે. સમગ્ર તમિલનાડુમાં આવતીકાલે સવારે 5 વાગ્યા સુધી જનતા કરફ્યૂ રહેશે, જ્યારે નોઈડામાં આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી વધારી દેવામાં આવ્યો છે. કોરોનાવાયરસ દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. છેલ્લા એક દિવસમાં આ સંક્રમણના લીધે મુંબઈ, પટના અને સુરતમાં ત્રણ લોકોના મોત થયા હતા. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે વધીને 349 થઇ ગઇ છે. દેશ ધીમે ધીમે લોકડાઉન (lockdown) તરફ વધી રહ્યો છે. 12 રાજ્યોના 236 શહેરોમાં સંપૂર્ણપણે લોકડાઉન છે. 
Mar 22,2020, 20:00 PM IST
કોરોના વાયરસને સ્પ્રેડ થતો અટકાવવા વાહનોને લઈને રૂપાણી સરકારે કરી મહત્વની જાહેરાત
Mar 22,2020, 18:40 PM IST
5ને ટકોરે થાળીનો નાદ ગુંજી ઉઠ્યો, કોરોના કહેર વચ્ચે કામ કરતા લોકોનું કર્યું સન્માન
Mar 22,2020, 18:13 PM IST
જનતા કર્ફ્યૂ વચ્ચે દૂધના વેચાણ મામલે Amulના એમડીએ આપ્યો મોટો મેસેજ
સોશિયલ મીડિયાના સારા ઉપયોગ સામે ઘણા અસામાજિક તત્વો દ્વારા ખોટા મેસેજ કરી એક પ્રકારનું પેનિક ક્રિયેટ કરવાનો (#GujaratJageCoronaBhage) સતત પ્રયત્ન કરતા હોય છે. કોરોના વાયરસ (corona virus) સામે લડવા માટે જનતા કર્ફ્યુ (Janta Curfew) વચ્ચે સૌથી લોકોની સૌથી વધુ ભાગદોડ દૂધ મેળવવા માટે થઈ હતી. સાંજ બાદ લગભગ તમામ પાર્લર પર દૂધ પૂરુ થઈ ગયું હતું. તો ક્યાંક દૂધ મેળવવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી. તેમાં અમૂલ દૂધ માટે પણ કહેવામાં આવ્યું હતું કે અમૂલ દૂધ મળવામાં મુશ્કેલી થશે. જેની સામે જીસીએમએમએફના એમડી આર. એસ સોંઢી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, અમૂલ દૂધની કોઈ શોર્ટેજ સામાન્ય નાગરિકોને નહિ પાડવા દેવામાં આવે.
Mar 22,2020, 13:46 PM IST
જનતા કર્ફ્યુ વચ્ચે આજે સાંજે 5 વાગ્યે આ કામ કરવાનું જરા પણ ન ભૂલતા
આજે સવારે સાતના ટકોરે ગુજરાતભરમાં જનતા કર્ફ્યુ (Janta Curfew) નો પ્રારંભ થયો હતો. સવારે ગુજરાતના દરેક જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સાત વાગ્યાના ટકોરે સાયરન વગાડવામાં આવ્યું હતું, જેના બાદ જનતા કર્ફ્યુ શરૂ થયું હતું. ગુજરાતમાં સર્વત્ર લોકો સ્વંય ભૂ જનતા કર્ફ્યુનું પાલન કરી રહ્યાં છે. ગુજરાતના દરેક રસ્તા, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સૂમસાન બની ગયા છે. જે બતાવે છે કે, લોકોમાં કોરોના વાયરસ (corona virus)નો ડર કેવો છે, અને લોકો પોતે જ અવેર થઈ રહ્યાં છે. ત્યારે આજે સાંજે ફરી એકવાર 5 વાગ્યાના ટકોરે સાયરન વગાડવામાં આવશે. આ સાયરન કોરોનાના કહેર વચ્ચે પોતાના જીવને જોખમમાં મૂકીને સેવા આપી રહેલા સરકારી કર્મચારીઓને બિરદાવવા માટે વગાડાશે. જેમાં લોકોને પોતાના ઘરની બહાર આવીને તાળી વગાડવાની, થાળી વગાડીને વિકટ સ્થિતિમાં સેવા બજાવી રહેલા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાનું છે. જેથી આજે સાંજે પાંચ વાગ્યે તમે પણ તમારી ફરજ બજાવવાનું ચૂકતા નહિ. 
Mar 22,2020, 12:36 PM IST
રાજકોટમાં જનતા કર્ફ્યુ Updates : પોલીસે રસ્તા પર નીકળીને સ્પીકર પર બહાર ન નીકળવા સૂચ
પ્રધાનમંત્રી મોદીની જનતા કર્ફ્યૂ (Janta Curfew) ની અપીલને ધ્યાનમાં રાખીને મોરબીમાં પણ બંધ પાળવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસ સામેની જંગમાં સરકારને સૌ કોઈ સહયોગ આપી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરના તમામ બજારો, કારખાનાઓ બંધ રાખીને જનતા કર્ફ્યૂમાં (#GujaratJageCoronaBhage) સહકાર આપવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેર અને જીલ્લામાં તેને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. રાજકોટ (Rajkot) ના ખાણીપીણી બજારો જે 24 કલાક ધમધમતા હોય છે, તે પણ ખાલીખમ બની ગયા છે. શહેરના તમામ બજારો વેપારીઓએ જ સ્વયંભુ રીતે બંધ રાખીને વહીવટી તંત્રને પૂરો સહકાર આપ્યો છે. અને જે રીતે રાજકોટમાં આજે લોકોએ જનતા કર્ફ્યુનું પાલન થઈ રહ્યું છે, તેવું રાજકોટમાં છેલ્લા પાંચ દાયકામાં કયારે પણ જોવા મળ્યું નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કે, ગુજરાતના રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ 25 તારીખ સુધી બંધ રહેવાના છે. ફક્ત મેડિકલ સ્ટોર્સ, હોસ્પિટલ, કરિયાણા સ્ટોર અને શાકભાજીની દુકાનો જ ચાલુ રહેવાની છે. 
Mar 22,2020, 11:24 AM IST
#GujaratJageCoronaBhage : ગુજરાત સજ્જડ બંધ, લોકોએ જનતા કરફ્યુનું ચુસ્તપણે પાલન કર્યુ
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં વહેલી સવારથી જનતા કર્ફ્યૂ (JantaCurfew) નું પાલન શરૂ થઈ ચૂક્યું છે. લોકો સ્વયંભૂ પોતાના ઘરે રહ્યા છે અને કોરોના વાયરસ (corona virus) સામે લડવાના સંકલ્પને વધારે મજબૂત બનાવ્યો છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા, અનેક લોકોમાં જાગૃતતા આવે તે માટે પીએમ મોદીએ આજના દિવસ માટે સવારથી સાંજ સુધી જનતા કર્ફ્યુ પાળવાની અપીલ કરી છે. વિપક્ષે પણ પ્રધાનમંત્રીની પહેલને સમર્થન આપ્યું છે. આંકડા પર નજર કરીએ તો, ગુજરાતમાં કોરોના વાયરસના 14 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 5, સુરતમાં 3, વડોદરામાં 3, રાજકોટ, ગાંધીનગર અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ છે. તો દેશમાં દેશમાં 333 કેસ સામે આવ્યા છે. 
Mar 22,2020, 10:05 AM IST

Trending news