અમદાવાદીઓ ઘરમાં પૂરાયેલા હતા, ત્યારે થઈ રહી હતી આખા શહેરની સાફ-સફાઈ

ગુજરાતના તમામ શહેર-જિલ્લાઓમાં આજે જનતા કરફ્યૂ (Janta Curfew) નું પાલન કરાયું હતું. સતત ધમધમતા રહેતા અમદાવાદ (ahmedabad) શહેરમાં પણ આજે ચુસ્તપણે જનતા કરફ્યૂનું પાલન કરાયું હતું. અમદાવાદીઓ આજે આખા દિવસ ઘરમાં પૂરાઈ ગયા હતા. ત્યારે બીજી તરફ આખા અમદાવાદને સ્વચ્છ કરવાનું કામ ચાલી રહ્યું હતું. અમદાવાદમાં જનતા કરફ્યૂ વચ્ચે એએમસી દ્વારા કમર કસવામાં આવી હતી. એએમસી દ્વારા અમદાવાદને કોરોના વાયરસ (corona virus) થી મુક્ત કરવાનું કામ ચાલી રહ્યું હતું. 
અમદાવાદીઓ ઘરમાં પૂરાયેલા હતા, ત્યારે થઈ રહી હતી આખા શહેરની સાફ-સફાઈ

ઝી મીડિયા/અમદાવાદ :ગુજરાતના તમામ શહેર-જિલ્લાઓમાં આજે જનતા કરફ્યૂ (Janta Curfew) નું પાલન કરાયું હતું. સતત ધમધમતા રહેતા અમદાવાદ (ahmedabad) શહેરમાં પણ આજે ચુસ્તપણે જનતા કરફ્યૂનું પાલન કરાયું હતું. અમદાવાદીઓ આજે આખા દિવસ ઘરમાં પૂરાઈ ગયા હતા. ત્યારે બીજી તરફ આખા અમદાવાદને સ્વચ્છ કરવાનું કામ ચાલી રહ્યું હતું. અમદાવાદમાં જનતા કરફ્યૂ વચ્ચે એએમસી દ્વારા કમર કસવામાં આવી હતી. એએમસી દ્વારા અમદાવાદને કોરોના વાયરસ (corona virus) થી મુક્ત કરવાનું કામ ચાલી રહ્યું હતું. 

દેશ આખો લોકડાઉન તરફ, 12 રાજ્યોના 236 શહેરો સંપૂર્ણપણે બંધ

અમદાવાદમાં ફાયર વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. તમામ વિસ્તારોમાં સ્પ્રે છાંટી અને ફ્યુમીગેશનની કામગીરી કરાઈ હતી. અમદાવાદના વિવિધ 14 ફાયર સ્ટેશનના કર્મચારીઓ આ કામમાં જોડાયા હતા. દવાના છંટકાવના માધ્યમથી કોરોના વાયરસને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જનતા કરફ્યૂ હોવાથી દવાના છંટકાવમાં પણ ફાયર વિભાગને સરળતા થઈ રહી હતી. જુદા જુદા વિસ્તારોની ફાયર વિભાગની ટીમે કામગીરી કરી હતી.

કોરોના વાયરસને સ્પ્રેડ થતો અટકાવવા વાહનોને લઈને રૂપાણી સરકારે કરી મહત્વની જાહેરાત

તાપીમાં પણ કોરોના વાયરસ ને પગલે તાપી જિલ્લા પ્રશાસન એલર્ટ થયેલું જોવા મળ્યું હતું. વ્યારા નગર પાલિકા અને ફાયર વિભાગ દ્વારા તાપી શહેરી સાફસફાઈ હાથ ધરાઈ હતી. બસ સ્ટેશનની સાફસફાઈ હાથ ધરાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news