5ને ટકોરે થાળીનો નાદ ગુંજી ઉઠ્યો, કોરોના કહેર વચ્ચે કામ કરતા લોકોનું કર્યું સન્માન

રાજ્યભરમાં 4.50 મિનીટે અનોખો નજારો જોવા મળ્યો હતો. આખુ ગુજરાત જાણે અગાશી પર આવી ગયુ હોય તેવું બન્યું હતું. કોરોનાના કહેર (corona virus)વચ્ચે કામ કરતા સરકારી કર્મચારી તથા અન્ય લોકોની કામગીરીને બિરદાવવા અને તેઓને પ્રોત્સાહન આપવા માટે થાળી વગાડી, તાળી વગાડીને તેઓને સન્માન આપવામાં આવ્યું હતું. લોકો થાળી લઈને, કોઈ નગારુ લઈને, તો કોઈ ઢોલકુ લઈને અગાશી પર પહોંચ્યા હતા. સર્વત્ર નાદ કરીને તંત્રની કામગીરીને બિરદાવવામાં આવી હતી. જનતા કરફ્યૂ (Janta Curfew) માં દિવસભર ઘરમાં રહ્યા બાદ લોકો સાંજે કર્મચારીઓનું અભિવાદન કરવા  બહાર નીકળ્યા હતા. જે સૂચવે છે કે દેશના લોકો આ વાયરસ પ્રત્યે કેટલા અવેર છે. 
5ને ટકોરે થાળીનો નાદ ગુંજી ઉઠ્યો, કોરોના કહેર વચ્ચે કામ કરતા લોકોનું કર્યું સન્માન

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યભરમાં 4.50 મિનીટે અનોખો નજારો જોવા મળ્યો હતો. આખુ ગુજરાત જાણે અગાશી પર આવી ગયુ હોય તેવું બન્યું હતું. કોરોનાના કહેર (corona virus)વચ્ચે કામ કરતા સરકારી કર્મચારી તથા અન્ય લોકોની કામગીરીને બિરદાવવા અને તેઓને પ્રોત્સાહન આપવા માટે થાળી વગાડી, તાળી વગાડીને તેઓને સન્માન આપવામાં આવ્યું હતું. લોકો થાળી લઈને, કોઈ નગારુ લઈને, તો કોઈ ઢોલકુ લઈને અગાશી પર પહોંચ્યા હતા. સર્વત્ર નાદ કરીને તંત્રની કામગીરીને બિરદાવવામાં આવી હતી. જનતા કરફ્યૂ (Janta Curfew) માં દિવસભર ઘરમાં રહ્યા બાદ લોકો સાંજે કર્મચારીઓનું અભિવાદન કરવા  બહાર નીકળ્યા હતા. જે સૂચવે છે કે દેશના લોકો આ વાયરસ પ્રત્યે કેટલા અવેર છે. 

કોરોના વાયરસના રોગચાળાનો પ્રચાર પ્રસાર અટકાવવા તથા તેને સંબંધિત કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, તબીબી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, અન્ય લોકોનું તાળી પાડીને, થાળી વગાડીને ધંટડી વગાડીને તેમના કાર્યને બિરદાવવા અને તેમની સેવાને સલામી આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) પણ છત પર પહોંચ્યા હતા. તેમણે અભિવાદન કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news