જે કોરેન્ટાઈનમાંથી ભાગશે તેના પર કાયદેસરની કાર્યવાહી કરાશે : CM રૂપાણી
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :હાલ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ (corona virus) નો આંકડો 18 પર પહોંચી ગયો છે. એક જ દિવસમાં પાંચ કેસ વધી ગયા છે. જેથી ગુજરાતમાં પણ ઝડપથી કોરોના પ્રસરી રહ્યો છે તેવુ લાગી રહ્યું છે. આવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ સૂચના આપી હતી કે, કરફ્યૂ નહિ પણ, કેર ફોર યુ. લોકો પોતે સંયમ જાળવે. જેથી ગંભીર પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીશું.
તેમણે કહ્યું કે, ગુજરાતીઓ વિદેશમાં વસે છે, વિદેશમાં જે રીતે તેનો વ્યાપ વધ્યો છે. આજ રાતથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ બંધ થઈ રહી છે. આવામાં મોટી સંખ્યામાં વિદેશથી આવી રહ્યાં છે. ત્યારે વિદેશથી આવતા લોકો સેલ્ફ કોરેન્ટાઈન થઈ જાય. અથવા તો કોરેન્ટાઈન સેન્ટરમાં પોતાની જાતને દસ દિવસ સુધી અલગ રાખે. નહિ તો તેનાથી જ આપણી સ્થિતિ વધુ બગડે નહિ તેની ચિંતા કરવી જોઈએ. મોરબીમાં એક વ્યક્તિ ક્વોરેન્ટાઈન હોમ છોડીને ભાગી ગયો હતો. તેથી અમે નિર્ણય કર્યો છે કે, જે કોઈ ભાગશે તેને પોલીસ પકડશે. ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરે. દરેક સહકાર આપે. ક્વોરેન્ટાઈન પ્રોટોકલ અવશ્ય જાળવો.
જનતા કર્ફ્યૂ વચ્ચે દૂધના વેચાણ મામલે Amulના એમડીએ આપ્યો મોટો મેસેજ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં કોરોનાનો વ્યાપ વધે નહી તે હેતુથી રાજ્યના સુરત અમદાવાદ વડોદરા રાજકોટ ચાર મહાનગરો ઉપરાંત હવે ગાંધીનગરમાં પણ 25 માર્ચ સુધી જીવન આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય તમામ દુકાનો મોલ્સ બંધ રહેશે તેવી જાહેરાત કરી છે. કોરોના વાયરસનું સંક્રમણ નાગરિકોના વધુ સંપર્કથી ફેલાય નહિ તેવા જન સ્વાસ્થ્ય સુરક્ષા અભિગમથી મુખ્યમંત્રીએ આ પાંચ મહાનગરોમાં આ દિવસો દરમ્યાન એટલે કે 25 માર્ચ સુધી એસટી બસ સેવાઓ તેમજ શહેરી જાહેર પરિવહન સેવાઓ પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે