અમદાવાદમાં જનતા કર્ફ્યુ Updates : ધમધમતા રસ્તાઓ આજે શાંત થઈ ગયા, દરેક વિસ્તાર સૂમસાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કર્ફ્યૂ (Janta Curfew) ની અપીલને ગુજરાતીઓએ માની છે. ગુજરાત સજ્જડપણે બંધ જોવા મળી રહ્યું છે. અમદાવાદભરમાં જનતા કર્ફ્યૂની અસર જોવા મળી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓની દુકાનો ઉપરાંત લગભગ તમામ દુકાનો લોકોએ સ્વેચ્છાએ (#GujaratJageCoronaBhage) બંધ રાખી છે. જે બતાવે છે કે, લોકોમાં અવેરનેસ છે. રોજેરોજ ટ્રાફિકથી ધમધમતા અમદાવાદના વિસ્તારો પ્રહલાદનગર, વસ્ત્રાપુર, નવરંગપુરા, એસજી હાઈવે, થલતેજ, શ્યામલ ચાર રસ્તા જેવા રસ્તાઓ સૂમસાન લાગી રહ્યાં છે. 
અમદાવાદમાં જનતા કર્ફ્યુ Updates : ધમધમતા રસ્તાઓ આજે શાંત થઈ ગયા, દરેક વિસ્તાર સૂમસાન

ઝી મીડિયા/બ્યૂરો :વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કર્ફ્યૂ (Janta Curfew) ની અપીલને ગુજરાતીઓએ માની છે. ગુજરાત સજ્જડપણે બંધ જોવા મળી રહ્યું છે. અમદાવાદભરમાં જનતા કર્ફ્યૂની અસર જોવા મળી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓની દુકાનો ઉપરાંત લગભગ તમામ દુકાનો લોકોએ સ્વેચ્છાએ (#GujaratJageCoronaBhage) બંધ રાખી છે. જે બતાવે છે કે, લોકોમાં અવેરનેસ છે. રોજેરોજ ટ્રાફિકથી ધમધમતા અમદાવાદના વિસ્તારો પ્રહલાદનગર, વસ્ત્રાપુર, નવરંગપુરા, એસજી હાઈવે, થલતેજ, શ્યામલ ચાર રસ્તા જેવા રસ્તાઓ સૂમસાન લાગી રહ્યાં છે. 

સેવા બંધ રહેતા તંત્રએ કરી સાફસફાઈ શરૂ કરી
અમદાવાદમાં કોરોના વાઈરસને પગલે જનતા કર્ફ્યૂનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. ગીતા મંદિર એસટી સ્ટેન્ડ સંપૂર્ણ બંધ છે. તમામ બસને વિવિધ ડેપોમાં મોકલી દેવાઈ છે. મુસાફરોથી ધમધમતા સ્ટેન્ડ પર સન્નાટો છવાઈ ગયો છે. સેવા બંધ રહેતા તંત્રએ કરી સાફસફાઈ શરૂ કરી છે. એસ.ટી સ્ટેન્ડ બહાર લોકોની સામાન્ય અવરજવર જોવા મળી રહી છે. 

બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનો બંધ
ગુજરાતમાં એસટી બસો પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જેને પગલે અમદાવાદનું એસટી બસસ્ટેન્ડ તથા રાણીપ બસ સ્ટેન્ડ પણ ખાલીખમ થઈ ગયું છે. રેલવે સ્ટેશન પર પણ એવો જ નજારો છે. બસ તથા રેલવે બંધ થવાથી કેટલાક મુસાફરો અટવાઈ પડ્યા છે. અમદાવાદમાં જાહેર પરિવહન સેવાઓ સંપૂર્ણપણે બંધ છે. જનતા કરફ્યૂને લઈને એએમટીએસ અને બીઆરટીએસ બસો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે શનિવારે સાંજથી જ બીઆરટીએસ બસ સ્ટેશનો બંધ કરી દેવાયા હતા. જેને પગલે આજે બીઆરટીએસ સ્ટેશનો પણ ખાલીખમ દેખાઈ રહ્યાં છે. 

એકલદોકલ રાહદારી નજરે ચઢે છે
અમદાવાદમાં હવે જનતા કર્ફ્યૂની અસર જોવા મળી રહી છે. શહેરના કોટ વિસ્તારમાં સજ્જડ બંધ જોવામળ્યો છે. રોજ ભીડથી ભર્યા રહેતા બજારો પણ સૂમસાન બન્યા છે. ખાડીયા, ગાંધી રોડ, માણેક ચોક, પાનકોર નાક અને ત્રણ દરવાજા સહિત તમામ વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. સૂમસાન રસ્તાઓ પર એકલદોકલ રાહદારી નજરે પડી રહ્યા છે

જનતા કર્ફ્યુને લઈને અમદાવાદના તમામ વિસ્તારો સુમસામ જોવા મળ્યા હતા. ત્રણ દરવાજા, આશ્રમ રોડ, પરિમલ ગાર્ડન, સહિતના વિસ્તારો સુમસામ જોવા મળી રહ્યા છે. જિલ્લામાં મેડિકલ તેમજ દૂધની ડેરી તેમજ કરિયાણાની દુકાનો સિવાય અન્ય તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે. ત્યારે રોડ પણ સુમસામ થઈ ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news