સુરતમાં જનતા કર્ફ્યુ Updates : પ્રધાનમંત્રીની અપીલ રંગ લાવી, બધુ જ બંધ

આખા વિશ્વમાં કોરાના વાયરસે (corona virus) હાહાકાર મચાવ્યો છે ત્યારે સમગ્ર ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે ત્યારે કોરાનાથી બચવા પ્રધાનમંત્રી દ્વારા જનતા કર્ફ્યું (Janta Curfew) ની વાત કરી હતી અને તેની અસર સમગ્ર ભારતમાં જોવા મળી છે ત્યારે સુરત (surat) જિલ્લામાં પણ પ્રધાનમંત્રીની અપીલ રંગ લાવી છે લોકોએ સ્વયંભુ પોતાના વેપાર ધંધા બંધ રાખી પોતાનો ધર્મ બજાવી રહ્યા છે. સુરત જિલ્લામાં આજરોજ જનતા કર્ફ્યૂને જોરદાર સમર્થન મળ્યું છે. સુરતમાં રસ્તાઓ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, પબ્લિક સ્થળો બધુ જ બંધ છે. 

સુરતમાં જનતા કર્ફ્યુ Updates : પ્રધાનમંત્રીની અપીલ રંગ લાવી, બધુ જ બંધ

કિરણસિંહ ગોહિલ/સુરત :આખા વિશ્વમાં કોરાના વાયરસે (corona virus) હાહાકાર મચાવ્યો છે ત્યારે સમગ્ર ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે ત્યારે કોરાનાથી બચવા પ્રધાનમંત્રી દ્વારા જનતા કર્ફ્યું (Janta Curfew) ની વાત કરી હતી અને તેની અસર સમગ્ર ભારતમાં જોવા મળી છે ત્યારે સુરત (surat) જિલ્લામાં પણ પ્રધાનમંત્રીની અપીલ રંગ લાવી છે લોકોએ સ્વયંભુ પોતાના વેપાર ધંધા બંધ રાખી પોતાનો ધર્મ બજાવી રહ્યા છે. સુરત જિલ્લામાં આજરોજ જનતા કર્ફ્યૂને જોરદાર સમર્થન મળ્યું છે. સુરતમાં રસ્તાઓ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, પબ્લિક સ્થળો બધુ જ બંધ છે. 

રાજકોટમાં જનતા કર્ફ્યુ Updates : પોલીસે રસ્તા પર નીકળીને સ્પીકર પર બહાર ન નીકળવા સૂચના આપી  

સુરત રેલવે સ્ટેશન પર જનતા કર્ફ્યુની અસર મોટાપાયે જોવા મળી છે. રેલવે સ્ટેશન પર મુસાફરોની પાંખી હાજરી જોવા મળી છે. મોટા ભાગની ટ્રેનો બંધ છે. તો બીજી તરફ, સુરત પોલીસ પણ સતત ચેકિંગ કરી રહી છે. સુરતમાં પણ જનતા કર્ફ્યુની અસર જોવા મળી છે. હાઈવે સહિતના રોડ રસ્તા સૂમસામ છે. કોરોનાને માત આપવા સુરતીઓ જાણે સજ્જ બની ગયા છે. 

તો બીજી તરફ, કોરોના વાયરસને લઈ સુરત મહાનગરપાલિકા એલર્ટ મોડ પર આવી ગઈ છે. સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા બંધ કરાઈ છે. સિટી બસ અને બીઆરટીએસ બસ 29 માર્ચ સુધી બંધ કરાઇ છે. તો બીજી તરફ, સુરતથી વતન જવા માટે હજ્જારો લોકોની ભીડ ગઈકાલે ઉમટી પડી હતી. કતારગામ દરવાજા પર લોકોની ભીડ જોવા મળી હતી. કોરોના વાઇરસને લઈ હીરા ઉદ્યોગને 31 માર્ચ સુધી રજા અપાઈ છે. તો બીજી તરફ, લકઝરી બસ દ્વારા ઉઘાડી લૂંટ શરૂ કરાઈ હતી. 

અમદાવાદમાં જનતા કર્ફ્યુ Updates : ધમધમતા રસ્તાઓ આજે શાંત થઈ ગયા, દરેક વિસ્તાર સૂમસાન

કીમ ગામ સજ્જડ બંધ
સમગ્ર સુરત જિલ્લામાં જનતા કર્ફ્યુંની અસર જોવા મળી રહી છે. ત્યારે ઓલપાડ તાલુકાના કીમ ગામે જનતા કર્ફ્યુની અસર જોવા મળી રહી છે. બજારો સ્વયંભુ બંધ જોવા મળી રહી છે. વાહનોથી ધમધમતા રસ્તા સુમસાન જોવા મળી રહ્યા છે. એકલ દોકલ રાહદારી અને વાહન ચાલક સિવાય કોઈ જોવા મળતું નથી. કીમ બજાર અને કીમ ગામની મધ્યમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે સુમસામ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કીમ રેલ્વે ફાટક અને રેલ્વે સ્ટેશન એટલે ભરચક વિસ્તાર અને વાહન ચાલકો અને રેલ્વે મુસાફરોથી ભરચક રેલ્વે સ્ટેશન પણ ખાલીખમ રહ્યું છે. ટ્રેનો બંધ રાખવાની જાહેરાત અને પ્રધાનમંત્રીની અપીલ જનતા કર્ફ્યું લોકોના હિતમાં અને કોરાનાને બાયબાય કરવા અપીલ કરી છે. સુરતની જનતાએ પણ પ્રધાનમંત્રીની જનતા કર્ફ્યુંને ગંભીરતાથી લઇ બંધ પાળતા બજારો,સ્ટેશન અને રાસ્તા સહિત જનમેદનીથી ભરચક વિસ્તારો આજે ખાલીખમ જોવા મળ્યા હતા. 

નેશનલ હાઈવે પણ ખાલીખમ
સુરત જિલ્લામાં આવેલ કડોદરા નગર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું છે. કડોદરા નગર અડીને જ નેશનલ હાઇવે નંબર 48 આવેલ છે. તેમજ કડોદરા નગર ત્રણ રાજ્યને જોડતો ધોરીમાર્ગ હોવા છતાં જનત કરફ્યુને સમર્થન અપાયું છે. કડોદરા ચોકડી તેમજ અન્ય માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નેશનલ તેમજ રાજ્ય ધોરીમાર્ગ ઉપર પણ આજરોજ વાહનોની અવરજવર દેખાતી નથી.

સુરતના પરિવારે ઘરે કર્યાં યોગાસન
સુરતમાં સ્થાનિકો જનતા કર્ફ્યૂના કારણે મળેલા સમયનો સદુઉપયોગ કરી રહ્યા છે. જગીવાળા પરિવારે શરૂઆત યોગાથી કરી છે. પરિવારના તમામ સભ્યોએ યોગાસન કર્યા. જનતા કર્ફ્યૂના કારણે આ પરિવાર ઘરમાં છે. પ્રધાનમંત્રી મોદીએ જનતા કર્ફ્યૂની અપીલ કરી છે, ત્યારે આ સુરતનો આ પરિવાર લોકો માટે પ્રેરણાદાયી બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news