Gambling News

રણજી ક્રિકેટર બની ગયો જુગારના અડ્ડાનો સંચાલક, ગ્રાઉન્ડ પર પ્લેયર્સને બદલે જુગારીઓને
પાલનપુરની પ્રતિષ્ઠિત જ્યોર્જ ફિફ્થ કલબ (george fifth club) માં ડી.જી વિજિલન્સ ટીમની રેડ પાડવામાં આવી હતી. વિજિલન્સની ટીમે કલબમાં ગુરુવારે જુગાર (gambling) રમતાં 39 લોકોને ઝડપ્યા હતા. જેમાં બનાસકાંઠા પોલીસે જુગારના પત્તાં અને રોકડા 1.75 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. પોલીસે કલબમાંથી જુગારીઓના 17 વાહનો પણ જપ્ત કર્યા હતા. પાલનપુર પૂર્વની પોલીસે 39 જુગારીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ જુગારના સંચાલક તરીકે પૂર્વ ક્રિકેટરનુ નામ ખૂલતા જ જિલ્લામાં હડકંપ મચી ગયો છે. પૂર્વ રણજી પ્લેયર અને ક્રિકેટર દિલીપ હડિયોલ (Dilip Hadiyol) નું ધ કિંગ જ્યોર્જ ક્લબના જમીન વિવાદ બાદ હવે જુગારના સંચાલક તરીકેનું નામ સામે આવ્યું છે.
Dec 5,2021, 10:00 AM IST

Trending news