અમદાવાદના પોશ વિસ્તારમાંથી પકડાયું હાઈપ્રોફાઈલ જુગારધામ, ગોવાના કસીનો જેવો માહોલ ઉભો કરાયો હતો
Ahmedabad Police : અમદાવાદમાં મોટુ જુગારધામ ઝડપાયું... થલેજના ન્યૂયોર્ક ટાવરમાં ચાલતા હાઈટેક જુગારધામાં 19 જુગારીઓ રમતા પકડાયા
Trending Photos
Ahmedabad News : અમદાવાદમાં થલતેજના ન્યુયોર્ક ટાવરમાંથી જુગાર રમતા 19 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ જુગારધામ એટલો મોટો હતો કે, રૂપિયાની નોટો ગણવા માટે જુગારીઓએ મશીન રાખ્યાં હતા. જોકે આજે પોલીસે જુગારીઓ પર તવાઈ બોલાવતાં તેમને ઝડપી પાડી અંદાજે રુપિયા 47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, આ જુગારધામમાં રીતસરનું કિચન, એર કન્ડિશન, સુવા માટેના બેડ અને સ્પા માટેના મશીનો પણ મળી આવ્યા હતા. એટલું જ નહિ, જુગારીઓ માટે સીસીટીવી સર્વેલન્સની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
જન્માષ્ટમીનો તહેવાર આવે એટલે ગુજરાતમાં જુગાર રમાય. જુગાર પર પ્રતિબંધ હોવા છતાં લોકો જુગાર રમતા હોય છે. આવામાં અમદાવાદના થલતેજ વિસ્તારમાંથી પોલીસે હાઈટેક જુગારધામ પકડી પાડ્યું છે. પીસીબીની રેડમાં ન્યુયોર્ક ટાવરના 9 મા માળે 92 નંબરના ફ્લેટમાં જુગાર રમતો ઝડપાયો હતો. જુગાર રમતા 19 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, પોલીસને બાતમી મળી હતી કે ન્યૂયોર્ક ટાવરના 9 મા માળે જુગાર રમાડવામાં આવી રહ્યું છે. ધર્મેન્દ્ર ઉડતો ધમો ઊંઝા જે મોટા બુકીઓ સાથે કનેક્ટ છે તે જ આ જુગારધામ ચલાવી રહ્યો છે. પોલીસે બાતમી મેળવતા જ જુગારધામ પર રેડ પાડી હતી. જેમાં ફ્લેટમાંથી 19 જુગારીઓ ઝડપાયા હતા. જુગારધામમાં હાઈટેક વ્યવસ્થા જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે, ફ્લેટની અંદર ગોવાના કસીનોની જેમ માહોલ ઉભો કરવામાં આવ્યો હતો.
જુગારધામ એટલું મોટું હતું કે, દરરોજ રૂપિયા ગણવા માટે મશીનની વ્યવસ્થા કરાઈ હતી. અસલ ગોવાની જેમ જ 1000ના બોર્ડ થી શરૂ થયેલું આ જુગારધામ રોજ કરોડોની હાર જીત થતી હતી અને તમામ હારજીત ટોકન પર થતી હતી. અહીંયા રમવા આવતા જુગારીઓને ખાસ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી હતી. જેમ કે, અહી રેસ્ટોરન્ટ જેવુ કીચન ઉભુ કરાયુ હતું. આખા ફ્લેટમાં એસી લગાવાયું હતું. જુગાર રમવાના દરેક રૂમમાં સૂવા માટે બેડની વ્યવસ્થા હતી. તો સ્પા માટેના મશીનો પણ અંદરથી મળી આવ્યા હતા.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, ધર્મેન્દ્ર મોટા ગજાના બુકી અને જુગારીઓને લાવવા અને લઈ જવા માટે લક્ઝુરિયસ કારની વ્યવસ્થા પણ કરી આપતો. પકડાયેલા તમામ જુગારીઓ પાસેથી મોંઘાદાટ ફઓન અને રોકડા રૂપિયા મળી આવ્યા છે. કુલ 47 લાખનો માલ જુગારીઓ પાસેથી જપ્ત કરવામા આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે