સટોડિયા માટે દમણ બન્યું સ્વર્ગ, રાજકોટથી દમણ આવીને IPL પર સટ્ટો રમાડવા લાગ્યા
IPL 2022 : રાજકોટમાં પોલીસનું ચેકિંગ વધી જતા આ બુકીઓ દમણ આવ્યા હતા. રાજકોટથી જ ઓનલાઇન બુકિંગ કરી અન્ના ફાર્મ હાઉસમાં રૂમ બુક કર્યો હતો અને સમગ્ર દેશમાંથી ક્રિકેટનો સટ્ટો લગાવતા હતા. દમણ પોલીસે ચાર ઈસમોની ધરપકડ કરી
Trending Photos
નિલેશ જોશી/દમણ :સમગ્ર દેશમાં હાલે આઈપીએલ ક્રિકેટ ફીવર હોટ ફેવરિટ માનવામાં આવે છે. ચોરે અને ચૌટે માત્ર આઈપીએલની જ વાતો યુવાનો દ્વારા કરવામાં આવતી હોય છે. જોકે આઈપીએલ શરૂ થતાં જ સટોડિયાઓ સક્રિય થઇ જતા હોય છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં રાજકોટને સટોડિયાનુ હબ માનવામાં આવે છે, જે મોટા પ્રમાણમાં સટોડિયાઓ ક્રિકેટનો સટ્ટો રમાડતા હોય છે. જોકે રાજકોટ પોલીસ સક્રિય થઇ જતા સટોડિયાઓએ હવે સંઘપ્રદેશ દમણમાં ધામા નાંખ્યા છે. જોકે દમણ પોલીસ પણ સક્રિય થતા રાજકોટના 4 સટોડિયાઓને ઝડપી પાડયા છે.
ઉનાળાની મોસમ આવતા જ દેશમાં આઈપીએલની ક્રિકેટ મેચ રમાતી હોય છે. આખો ઉનાળો યુવા પેઢી માટે રોમાંચક બની જતો હોય છે. ક્રિકેટનો મહાકુંભ એટલે ipl. જોકે આઈપીએલ શરૂ થતાં જ દેશભરના સટોડિયાઓ આઈપીએલ પર ક્રિકેટ સટ્ટો લગાવી કરોડો રૂપિયા કમાતા હોય છે. જોકે સામાન્ય લોકો આઈપીએલમાં મોટા ભાગે પોતાની મરણમૂડી ગુમાવતા હોય છે. ગેરકાયદેસર ipl પર સટ્ટો લગાડતા ઉપર ગુજરાત પોલીસ સક્રિય બની છે. તેમાંય સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ipl ક્રિકેટ સટ્ટો રાજકોટમાં જ રમાય છે, ત્યારે રાજકોટ પોલીસની સટોડિયા પર ભીંસ વધતા હવે સટોડિયાઓ દેશના અન્ય ખૂણે પહોંચીને ક્રિકેટનો સટ્ટો રમાડતા હોય છે. ત્યારે પ્રવાસન માટે જાણીતું એવું દમણ સટોડિયા અને બુકીઓ માટે સ્વર્ગ સમાન સાબિત થયું છે. દમણમાં અનેક હોટેલો આવેલી છે, તો ફાર્મ હાઉસ પર મોટા પ્રમાણમાં આવેલા છે. ત્યારે મોટી દમણ વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં મોટા પ્રમાણમાં સટ્ટો લગાવવાની બાતમી દમણ પોલીસને મળી હતી. દમણની કોસ્ટલ પોલીસે અન્ના ફાર્મ હાઉસમાં છાપો મારીને ચાર સટોડિયાને ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો : તાન્યા મર્ડર કેસનો ચુકાદો : પટેલ પરિવારના ત્રણેય સદસ્યોને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
ઝડપાયેલ આરોપીઓ પાસેથી 24 મોબાઇલ, લેપટોપ તેમજ 20,000 થી વધુ રોકડા રૂપિયા પણ મળી આવ્યા છે. દમણ પોલીસે તમામને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દમણ પોલીસે ઝડપાયેલા ચાર આરોપીઓની સઘન પૂછપરછ કરતાં તમામ ગુજરાતના રાજકોટના હોવાનું બહાર આવ્યું છે.
આ આરોપી પકડાયા
- શેખ સબ્બીર સુલેમાન
- મુસ્તાક કાસમ ભાઈ
- વેંકરીયા હિમાંશુ
- હિરેન શૈલેષ
આ પણ વાંચો : જળ આંદોલનના માર્ગે ખેડૂતો, મહિલાઓએ કહ્યું-હવે તો અમારા પશુઓને પીવા પણ પાણી નથી
આ તમામ આરોપી રાજકોટના વતની છે અને ક્રિકેટ સટ્ટાના જાણીતા ખેલાડીઓ હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે તેવુ કોસ્ટલ પોલીસ સ્ટેશના પીએસઆઈ વિશાલ પટેલે જણાવ્યું.
રાજકોટમાં પોલીસનું ચેકિંગ વધી જતા આ બુકીઓ દમણ આવ્યા હતા. રાજકોટથી જ ઓનલાઇન બુકિંગ કરી અન્ના ફાર્મ હાઉસમાં રૂમ બુક કર્યો હતો અને સમગ્ર દેશમાંથી ક્રિકેટનો સટ્ટો લગાવતા હતા. દમણ પોલીસે ચાર ઈસમોની ધરપકડ કરી છે. ક્રિકેટના સટ્ટામાંથી લાખો કમાવી લેતા આવા સટોડિયાને તાત્કાલિક જામીન પણ મળી ગયા છે. ત્યારે હાલ દમણ પોલીસ આ સટ્ટાના મુખ્ય બુકીઓની પણ ધરપકડ કરી રેકેટનો પર્દાફાશ કરે તે પણ ખુબ જરૂરી છે.
આ પણ વાંચો :
પોતાની જ પાર્ટી માટે હાર્દિક પટેલે કહ્યું, નરેશ પટેલનું સન્માન ન કરીએ તો ચાલે, પણ અપમાન ન કરવું જોઈએ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે