નડિયાદમાં હરતા ફરતા જુગારધામનો પર્દાફાશ : ચાલુ ટ્રકમાં રમાડાતો જુગાર, અંદર ટોળું જોઈને પોલીસ પણ ચોંકી
Nadiad Crime News નચિકેત મહેતા/નડિયાદ : મહુધા-ડાકોર રોડની ઉંદરા ફાટક પાસેથી પસાર થતી આઈસર ટ્રકને અટકાવી તપાસ કરતા જુગારધામનો પર્દાફાશ, જુગાર રમતા ધોળકાના 42 વ્યક્તિઓ ઝડપાયા, પોલીસે રોકડ સાથે 4.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
જુગારીયાઓ પોલીસથી બચવા અવનવા કીમીયા અજમાવે છે. જેમાં ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે હરતું ફરતું જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ચાલતી આઈસર ટ્રકમાં જુગારનો અડ્ડો ચલાવી જુગાર રમતા ચાલક સાથે કુલ 42 વ્યક્તિઓને પોલીસે રંગેહાથે ઝડપી લીધા છે. પોલીસે રોકડ સાથે 4.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ગતરાત્રે મહુધા-ડાકોર રોડની ઉંદરા ફાટક પાસેથી પસાર થતુ શંકાસ્પદ આઈસર ટ્રક નંબર (GJ 38 TA 1551)ને અટકાવ્યું હતું. પોલીસે આઈસર ચાલક અને સાથે બેઠેલા ઈસમોનુ નામઠામ પુછતી હતી. ત્યારે પોલીસે પાછળ તપાસ આદરતા લોકો ગોળ કુંડાળું કરીને જુગાર રમતા નજરે પડ્યા હતા. જે બાદ તમામ લોકોને નીચે ઉતારી કુલ 42 વ્યક્તિઓનું નામઠામની પૂછપરછ કરી હતી.
કોણ કોણ પકડાયું
વિષ્ણુભાઇ સોમાભાઇ રાણા, વિષ્ણુભાઈ માણેકલાલ રાણા, પ્રિતેશભાઈ બાબુભાઈ રાણા, મહેશકુમાર ખોડીદાસ રાણા, સંજયકુમાર જશુભાઈ રાણા, સુરેશભાઈ બાબુભાઇ રાણા, હર્ષદભાઈ રતીલાલ રાણા, કરણભાઈ મહેશભાઈ રાણા, મુકેશભાઈ ચંદુભાઈ રાણા, ભરતભાઇ પ્રવિણચંદ્ર રાણા, મહેન્દ્રકુમાર ગોપાલભાઇ રાણા, રવિભાઈ રાજુભાઈ રાણા, રવિભાઈ હસમુખભાઈ રાણા, કલ્પેશકુમાર શાંતિલાલ રાણા, જલ્પેશ વિનોદભાઇ રાણા, અશોક કનૈયાલાલ રાણા, ધવલભાઈ હસમુખભાઈ રાણા, સુનીલ દિનેશભાઈ રાણા, આશીષ નરેન્દ્રભાઈ રાણા, તુષારકુમાર ગોપાલભાઈ રાણા, બળદેવભાઇ રમણભાઈ રાણા, સાહિલભાઈ દશરથભાઈ રાણા, ધર્મેશભાઇ વિષ્ણુભાઇ રાણા, ભાવેશભાઈ મનોજભાઈ રાણા, રાજેશકુમાર વિષ્ણુભાઇ રાણા, કૃણાલ અલ્કેશભાઈ રાણા, દશરથભાઈ જેણાભાઈ રાણા, મનીષભાઈ સંજયભાઈ રાણા, મુકેશભાઈ રાજેશભાઈ રાણા, રાકેશભાઈ કનુભાઇ રાણા, દર્શનભાઈ રણછોડભાઈ રાણા, વિજયકુમાર છનાલાલ રાણા, મુકેશભાઈ દિનેશભાઇ રાણા, મિતેષભાઈ ભગવતીભાઈ રાણા, ભરતભાઈ શાંતિલાલ રાણા, જયેશભાઈ હિંમતભાઈ રાણા, જીગ્નેશભાઈ રાજુભાઇ રાણા, કિશનકુમાર રાજેશભાઈ રાણા, રાજેન્દ્રભાઇ રમેશભાઈ, જયેશભાઇ ગોપાલભાઇ રાણા, ધવલભાઈ રમેશભાઈ કાંગસીયા અને મહેશભાઈ ચંદુભાઈ ડબગર (તમામ રહે.ધોળકા, તા.ધોળકા, જિ.અમદાવાદ)
આ રુટ પર ટ્રક દોડાવી રમતા હતા જુગાર
પુછપરછમા આ તમામ લોકો ધોળકા- ખેડા- મહેમદાવાદ- મહુધા- ગળતેશ્વર રૂટ પર આઈસર ટ્રકને દોડવતા હતા. પોલીસે ઉપરોકત તમામ જુગારીયાઓ પાસેથી અંગજડતીમાથી રોકડ રૂપિયા 1 લાખ 55 હજાર 490 તેમજ દાવ પરના રોકડ રૂપિયા 9,230 આ સાથે સાથે 7 નંગ મોબાઇલ ફોન તેમજ ગુનામાં વપરાયેલી આઈસર ટ્રક 3 લાખ મળી કુલ રૂપિયા 4 લાખ 72 હજાર 720નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા તમામ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Trending Photos