Fisherman News

માછીમારના પુત્રમાં હાથમાં કલાનો વાસ : મોટા જહાજોના મિનિયેચર પીસ બનાવ્યા
નિલેશ જોશી/વલસાડ :  શુ તમે ક્યારેય સ્વપ્નેય એવું વિચાર્યું છે કે તમારા શોખ પણ તમારી આજીવિકાનું સાધન બની શકે છે..? ત્યારે આવી જ કઈક કમાલ વલસાડ જિલ્લાના દરિયાઈ પટ્ટીમાં રહેતા એક યુવાને કરી બતાવી છે. ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં રહેતા એક યુવાને કોરોના કાળમાં શોખ પૂરો કરવા જહાજોની પ્રતિકૃતિ બનાવવાની શરૂઆત કરી. આ યુવાનને નાની હોડીઓ અને નાના જહાજની પ્રતિકૃતિઓ બનાવવાનો એવો તો ગજબનો શોખ છે કે, કોઈપણ જહાજ કે બોટના ફોટો પરથી તેની આબેહૂબ પ્રતિકૃતિ બનાવે છે. કોરોના કાળમાં શોખ તરીકે વિકસેલી આ કળા હવે આજીવિકા નું સાધન બની રહી છે. તો સાથે જ આ યુવકની કળાની ચોમેર પ્રસંશા થઈ રહી છે. ત્યારે કોણ છે આ માછી યુવક..?
Apr 3,2023, 16:23 PM IST

Trending news